AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

11/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

Delhi AAP Candidate List 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીને હજુ ૩ મહિના બાકી છે. ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી કાર્યક્રમો જાહેર કર્યા નથી.


કોને ક્યાંથી ટિકિટ મળી

કોને ક્યાંથી ટિકિટ મળી

આમ આદમી પાર્ટીએ ગુરુવારે (21 નવેમ્બર) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ છે.

  1. છતરપુરથી બ્રહ્મા સિંહ તંવર
  2. કિરાડીથી અનિલ ઝા
  3. વિશ્વાસ નગરથી દીપક સિંઘલા
  4. રોહતાસ નગરથી સરિતા સિંહ
  5. લક્ષ્મી નગરથી બી.બી. ત્યાગી
  6. બદરપુરથી રામ સિંહ
  7. સીલમપુરથી ઝુબેર ચૌધરી
  8. સીમાપુરીથી વીર સિંહ ધીંગાન
  9. ઘોંડાથી ગૌરવ શર્મા
  10. કરવલ નગરથી મનોજ ત્યાગી
  11. મટિયાલાથી સોમેશ શૌકીન

AAP, BJP અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર મહેરબાન

AAP, BJP અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર મહેરબાન

આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદીમાં એવા લોકોને ટિકિટ આપવામાં ઉદારતા દેખાડી છે જેઓ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભાજપ અને કોંગ્રેસમાંથી પાર્ટીમાં જોડાયા છે. એવા ઉમેદવારોમાં અનિલ ઝા, બી.બી. ત્યાગી, વીર સિંહ ધીંગાન અને સોમેશ શૌકીન સહિત 6 નામ સામેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top