મિથુન ચક્રવર્તી સામે કેસ નોંધાયો, આ મામલે માઠી રીતે ફસાયા ભાજપના નેતા!

મિથુન ચક્રવર્તી સામે કેસ નોંધાયો, આ મામલે માઠી રીતે ફસાયા ભાજપના નેતા!

11/07/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મિથુન ચક્રવર્તી સામે કેસ નોંધાયો, આ મામલે માઠી રીતે ફસાયા ભાજપના નેતા!

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી સામે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. મિથુન ચક્રવર્તી તેમની ઉશ્કેરણીજનક ટિપ્પણીના કારણે માઠી રીતે ફસાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને દિગ્ગજ બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીને લઈને કોલકાતામાં વિવાદ ઊભો થઇ ગયો છે. પશ્ચિમ બંગાળમાં 27 ઓક્ટોબરે યોજાયેલા ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તી દ્વારા આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનના કારણે પોલીસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

કોલકાતા નજીક બિધાનનગર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા અને મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસર પર મિથુન ચક્રવર્તીએ ફિલ્મી સ્ટાઈલમાં એક સંવાદનો સંદર્ભ આપ્યો હતો, ત્યારબાદ તેમના નિવેદન પર વિવાદ ઉભો થઇ ગયો.


મિથુન ચક્રવર્તીએ શું કહ્યું હતું?

મિથુન ચક્રવર્તીએ શું કહ્યું હતું?

મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે, 'જો તમે અમારી ડાળનું એક ફળ તોડશો, તો અમે ચાર તોડીશું', જોકે તે એક ફિલ્મી સંવાદ હતો. આ નિવેદનને લઈને ઘણા રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના નિવેદનને કાયદો અને વ્યવસ્થાને અસર કરનાર અને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની શકે છે.


FIRમાં શું કહેવામાં આવ્યું છે?

FIRમાં શું કહેવામાં આવ્યું છે?

ન્યૂઝ 18ના સમાચાર અનુસાર, મિથુન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિનું નામ કૌશિક શાહા છે, જેણે આરોપ લગાવ્યો છે કે મિથુન ચક્રવર્તીનું આ નિવેદન અત્યંત ઉશ્કેરણીજનક હતું અને રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થાને જોખમી બની શકે છે. કૌશિક શાહાએ કહ્યું કે મિથુને જે રીતે આ વાતો કહી તેનાથી લોકોમાં ઉત્તેજના અને અશાંતિ ફેલાઈ શકે છે. આ નિવેદન ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરુદ્ધ માહોલ અને તણાવ ઉત્પન્ન કરી શકે છે. પોલીસે ફરિયાદને ગંભીરતાથી લીધી અને FIR નોંધી, પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની પૂછપરછ કે કાર્યવાહી અંગે કોઈ માહિતી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top