ઉત્તર પ્રદેશની આ સીટ પર તુર્ક મુસ્લિમો સામે ભાજપનો રાજપૂત દાવ હિટ? એક્ઝિટ પોલમાં સપા નિષ્ફળતા ત

ઉત્તર પ્રદેશની આ સીટ પર તુર્ક મુસ્લિમો સામે ભાજપનો રાજપૂત દાવ હિટ? એક્ઝિટ પોલમાં સપા નિષ્ફળતા તરફ

11/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ઉત્તર પ્રદેશની આ સીટ પર તુર્ક મુસ્લિમો સામે ભાજપનો રાજપૂત દાવ હિટ? એક્ઝિટ પોલમાં સપા નિષ્ફળતા ત

ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે મતગણતરી 23 નવેમ્બરે થશે. તે અગાઉ જાહેર કરાયેલા એક્ઝિટ પોલના પરિણામો ભાજપને મોટાભાગની બેઠકો પર જીતી બતાવે છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં એક સીટની સોઉથી વધુ ચર્ચા થઈ રહી છે અને એ વિધાનસભા સીટનું નામ કુંદરકી છે.

દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ, ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીમાં 9 બેઠકોમાંથી ભાજપ 6 પર, RLD 1 બેઠક પર અને સપા 2 બેઠકો પર આગળ દેખાઈ રહી છે. આ એક્ઝિટ પોલમાં ભાજપ કુંદરકી સીટ પર જીતતી જોવા મળી રહી છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે તુર્ક મુસ્લિમોની સીટ પર ભાજપનો રાજપૂત દાવ હિટ થતો નજરે પડે છે. જોકે આ બેઠકનું વાસ્તવિક ચિત્ર પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.


કુંદરકી તુર્ક મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતી બેઠક

કુંદરકી તુર્ક મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતી બેઠક

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાની કુંદરકી બેઠકનું ગણિત અલગ છે, આ બેઠક પર મુસ્લિમોની વસ્તી વધુ છે અને તેથી જ આ બેઠક પર લઘુમતીઓ જ બહુમતીમાં છે. તુર્ક મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપે મુસ્લિમ રાજપૂતોને આકર્ષવા માટે મોટો દાવ ખેલ્યો અને આ બેઠક પરથી રામવીર સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા. ભાજપના ઉમેદવારો પણ જાળીદાર ટોપી અને અરબી રૂમાલ પહેરીને ચૂંટણી મેદાનમાં મત માગતા જોવા મળ્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી. નવાઈની વાત એ છે કે આ બેઠક માટે 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાંથી માત્ર ભાજપના ઉમેદવાર હિન્દુ હતા અને બાકીના તમામ ઉમેદવારો મુસ્લિમ હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુરાદાબાદની કુંદરકી વિધાનસભા સીટ પર લગભગ 62 ટકા મુસ્લિમ મતદારો છે, જો આપણે તેમની સંખ્યા જોઈએ તો તે લગભગ 1.5 લાખ છે. તેમાંથી મોટાભાગના તુર્ક મુસ્લિમો છે અને બાકીની અન્ય મુસ્લિમ જાતિઓ છે. જ્યારે કુંદરકીમાં મુસ્લિમ રાજપૂત મતદારો 45 હજારની આસપાસ છે. કુંદરકીમાં અથવા તો તુર્ક મુસ્લિમ ઉમેદવાર ધારાસભ્ય બન્યા છે અથવા તો સહસપુર બિલારી રાજવી પરિવારમાંથી ધારાસભ્ય બન્યા છે.


કુંદરકીના ચૂંટણી મેદાનમાં કોણ હતું?

કુંદરકીના ચૂંટણી મેદાનમાં કોણ હતું?

કુંદરકી સીટની પેટાચૂંટણીમાં સપાએ પૂર્વ ધારાસભ્ય હાજી રિઝવાનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે BSP તરફથી રફતઉલ્લા ઉર્ફે છિદ્દા, ઓવૈસીની AIMIM તરફથી મોહમ્મદ વારિસ, ચંદ્રશેખર આઝાદ રાવણની આઝાદ સમાજ પાર્ટીએ હાજી ચાંદ બાબુને ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપે આ બેઠક પર રામવીર સિંહ ઠાકુરને ઉમેદવાર જાહેર કરીને એક અલગ જ દાવ ખેલ્યો છે.

સપાના વરિષ્ઠ નેતા શફીકુર રહેમાન બર્કના અવસાન બાદ, તેમના પૌત્ર ઝિયાઉર્રહમાન બર્કે સંભલથી લોકસભા સાંસદની ચૂંટણી લડી હતી અને કુંદરકીની તેમની બેઠક ખાલી કરી હતી. ઝિયાઉર્રહમાન રહેમાન બર્કે વર્ષ 2022માં આ બેઠક પર ચૂંટણી જીતી હતી, જ્યારે તેમણે ભાજપના કમલ કુમારને હરાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top