કોણ છે અદિત પાલીચા? અભ્યાસ છોડવાથી લઈને 4300 કરોડની સંપત્તિ જોડવા સુધીની સફર

કોણ છે અદિત પાલીચા? અભ્યાસ છોડવાથી લઈને 4300 કરોડની સંપત્તિ જોડવા સુધીની સફર

11/21/2024 Business

SidhiKhabar

SidhiKhabar

કોણ છે અદિત પાલીચા? અભ્યાસ છોડવાથી લઈને 4300 કરોડની સંપત્તિ જોડવા સુધીની સફર

Adit Palicha: Zepto જે શહેરી દુનિયામાં રહેતા લોકો માટે સમય બચાવવાનું એક મધ્યમ છે. તેના દ્વારા તમે મિનિટોમાં ઘરે બેઠા કોઈપણ વસ્તુનો મગાવી શકો છો. આજે અમે આ કંપનીની સ્થાપના કરનાર વ્યક્તિ અદિત પાલીચાની કહાની લઈને આવ્યા છીએ. અદિત પાલીચા Zeptoના સહ-સ્થાપક છે, જેમણે આ કંપની શરૂ કરવા માટે તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. 4,300 કરોડની નેટવર્થ સાથે 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં તેમને બીજા સૌથી યુવા વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.


કોણ છે આદિત પાલીચા?

કોણ છે આદિત પાલીચા?

આદિત પાલીચાનો જન્મ 2001માં મુંબઈમાં થયો હતો. કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવવા માટે તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા, પરંતુ તેમણે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડીને પોતાનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું. તેણે કૈવલ્ય વોહરા સાથે Zeptoની શરૂઆત કરી. કૈવલ્ય વોહરાએ પણ આદિતની સાથે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. એકવાર તેમણે સોશિયલ મીડિયા પર વાત કરી. જેમાં તેમણે લખ્યું હતું કે મારે કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડીગ્રી મેળવવાની હતી, પરંતુ મેં તેના બદલે Zepto બનાવવાનો નિર્ણય લીધો.

અમેરિકા જવા અગાઉ, આદિત પાલીચાએ 17 વર્ષની ઉંમરે તેમના સ્ટાર્ટઅપ, GoPool સાથે તેમની બિઝનેસ જર્ની શરૂ કરી હતી. જોકે, GoPool કંઈ ખાસ કરી શકી નહી. ત્યારબાદ પાલીચાએ ફરી એકવાર અભ્યાસ તરફ ધ્યાન આપ્યું. આ સમય દરમિયાન, તેમણે વોહરાની સાથે મળીને કિરાનાકાર્ટની શરૂઆત કરવાનો નિર્ણય લીધો, જે લગભગ 10 મહિના સુધી ચાલતી હતી, પરંતુ તેમણે કંપનીને બંધ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ બંને નવી અને સારી બ્રાન્ડ Zepto (2021માં) સાથે બજારમાં પરત આવ્યા.

Zeptoના સહ-સ્થાપક આદિત પાલીચા (ઉંમર 22 વર્ષ) ભારતના બીજા સૌથી યુવા અબજપતિ બની ગયા છે. તેમનો સાથી કૈવલ્ય વોહરા (21) પહેલા નંબર પર છે. આદિત પાસે રૂ. 4,300 કરોડની સંપત્તિ છે. જ્યારે કૈવલ્ય વોહરાના નેટવર્થની વાત કરીએ તો તે 3,600 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઈશા, આકાશ, અનંત અને અદાણીના બાળકોના નામ પણ સામેલ છે.


Zepto કંપની બાબતે!

Zepto કંપની બાબતે!

Zeptoએ ઓક્ટોબર સુધી તેના માસિક રોકડ વ્યયમાં રૂ. 300 કરોડથી વધુનો વધારો કર્યો છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, તે મે મહિનામાં રૂ. 35-40 કરોડના માસિક ખર્ચની સરખામણીમાં ૬ ગણો વધારો દર્શાવે છે. તેની સાથે, કંપની ગ્રાહકોને આકર્ષવા માટે સુપર સેવર હોલસેલ યુનિટના લેટેસ્ટ iPhone મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવી છે. કંપનીની આ રણનીતિના કારણે અન્ય કંપનીઓને સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top