સુરત: અલથાણ પોલીસ સ્ટેશનના ASIને હાઇ કોર્ટનું તેડું, જાણો શું છે મામલો
High Court summons ASI of Althan Police Station: સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સ્વપ્નભૂમિ અપાર્ટમેન્ટમના એક બાળકને કૂતરું કરડતા હોબાળો મચી ગયો હતો. બ્યૂટિશન તરીકે કામ કરતી મહિલાએ તેના ઘરમાં કૂતરો પાળ્યો હતો. આ કૂતરાએ અચાનક ઘરમાંથી બહાર નીકળી પાડોશીના બાળકને બચકું ભરી લીધું હતું, જેના કારણે બાળકના માતા-પિતાએ હોબાળો મચાવીને મહિલાના ભાઇને મેથીપાક ચખાડ્યો હતો.
મહિલા આવી ત્યારે તેની છાતી પર હાથ મૂકી, ધક્કો મારીને છેડતી કરવામાં આવી હતી. એ સિવાય સોસાયટીના વોટસએપ ગ્રુપમાં પણ મહિલા માટે અભદ્ર વાતો શેર કરી હતી. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ રીતે બંને પરિવારોએ સામ-સામી ફરિયાદ નોંધાવી હતી. હવે સુરતના અલથાણ વિસ્તારમાં બાળકને કૂતરું કરડવાના મામલે પોલીસ અધિકારી ભેરવાઇ ગયા છે.
સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકને કૂતરા કરડવાનો કેસનો મુદ્દો હાઇ કોર્ટ પહોચી ગયો છે. અહીં કૂતરું કરડવાના લઇને ૨ પરિવાર વચ્ચે ઝઘડો થવા સાથે જ સામ-સામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં કૂતરાના માલિક બાદ બાળકના માતા-પિતાની પણ ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટેશનની જગ્યાએ બાળકના માતા-પિતાને કોર્ટમાંથી સીધા જ જામીન અપાવવામાં આવ્યા હતા. જેથી બાળકના માતા-પિતાએ આ મુદ્દે હાઇ કોર્ટમાં કન્ટેમ્પટ ઓફ કોર્ટની ફરિયાદ દાખલ કરી હતી. જેથી હાઇ કોર્ટે અલથાણ પોલીસ સ્ટેશનના ASIને હાજર થવા નોટિસ આપી છે.
જે બાળકને કુતરું કરડ્યું તે બાળકના માતા-પિતાએ હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, કૂતરાના માલિક દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ તેમને જામીન પોલીસ સ્ટેશનમાં મળી જાય તેવા કેસમાં, તમામ જામીનપાત્ર કલમો હોવા છતા, પોલીસે કોર્ટમાં રજૂ કર્યાં હતા. હાઇ કોર્ટે ચાર્જશીટ પર સ્ટે મુક્યો છે. ગુજરાત હાઇ કોર્ટે એક અવમાનનાની અરજીમાં જામીનપાત્ર કલમ હેઠળ પોલીસ સ્ટેશન દ્વારા જામીન નામંજૂર કરવા માટે ASI યોગેશ બાલુભાઇને નોટિસ ફટકારી છે અને તેમને હાઇ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp