2050 સુધીમાં સૌર ઉર્જા ઉત્પાદન ખર્ચ 60% ઘટશે, ISAનો અહેવાલમાં દાવો

2050 સુધીમાં સૌર ઉર્જા ઉત્પાદન ખર્ચ 60% ઘટશે, ISAનો અહેવાલમાં દાવો

11/21/2024 Business

SidhiKhabar

SidhiKhabar

2050 સુધીમાં સૌર ઉર્જા ઉત્પાદન ખર્ચ 60% ઘટશે, ISAનો અહેવાલમાં દાવો

International Solar Alliance: ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ના રિપોર્ટમાં સૌર ઊર્જાની ક્ષમતા વિશે કહેવામાં આવ્યું છે કે તે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને 25 ટકા ઘટાડી શકે છે. સોલાર એનર્જી સદીના મધ્ય સુધીમાં વીજળી ઉત્પાદનના ખર્ચમાં 60 ટકાનો ઘટાડો કરી શકે છે. ચાલો જાણીએ આ અહેવાલમાં બીજું શું છે.

વધતી માગ અને પ્રસારને જોતા, 2050 સુધીમાં સૌર ઉર્જા ઉત્પાદનની કિંમતમાં 40-60 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ISAના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, સૌર ઉર્જા તેની વિસ્તરણ સંભવિતતા અને ખર્ચ-અસરકારકતાના કારણે આવા જ એક નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત તરીકે ઉભરી રહી છે. આ સ્થિતિ તેને વૈશ્વિક ઊર્જા સંક્રમણનું કેન્દ્ર બનાવે છે. અહેવાલ જણાવે છે કે, '2050 સુધીમાં સૌર ઉર્જાના ચોવીસ કલાક ઉત્પાદનનો ખર્ચ તમામ પ્રકારના સ્ત્રોતો કરતા 40- 60 ટકા ઓછો હશે અને સૌર ઉર્જા અપનાવવાની પ્રગતિને ટ્રેક કરવા માટે તેનો મુખ્ય માપદંડ તરીકે ઉપયોગ કરવામાં આવશે.'


વધુ ગ્રીન જોબ્સ પેદા કરે તેવી અપેક્ષા

વધુ ગ્રીન જોબ્સ પેદા કરે તેવી અપેક્ષા

અહેવાલમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને 25 ટકા સુધી ઘટાડવા માટે સૌર ઉર્જાની સંભવિતતાને પણ પ્રકાશિત કરવામાં આવી છે. સોલાર એનર્જી સદીના મધ્ય સુધીમાં વીજળી ઉત્પાદનના ખર્ચમાં 60 ટકાનો ઘટાડો કરી શકે છે. વધુમાં, અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સૌર ઉર્જા અન્ય ઉર્જા સ્ત્રોતો કરતા 3-4 ગણી વધુ ગ્રીન જોબ્સ ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. એવો અંદાજ છે કે, વર્ષ 2050 સુધીમાં વૈશ્વિક સ્તરે 27 મિલિયન નોકરીઓનું સર્જન થશે. તેનાથી મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને પણ ફાયદો થશે, જેનાથી સમાવેશી આર્થિક વૃદ્ધિને વધુ પ્રોત્સાહન મળશે. 


તફાવતને દૂર કરવામાં મદદ કરી શકે

તફાવતને દૂર કરવામાં મદદ કરી શકે

અહેવાલ મુજબ, સૌર ઊર્જા ઓછી આવક ધરાવતા દેશો (LIC) માં એક અબજથી વધુ લોકો વચ્ચે ઊર્જા વપરાશના તફાવતને દૂર કરવામાં મદદ કરી શકે છે. સૌર ઉર્જા વૈશ્વિક સ્તરે 1 બિલિયનથી વધુ લોકોને ગ્રીડ-કનેક્ટેડ અને વિકેન્દ્રિત સોલ્યૂશન્સ દ્વારા ઉર્જા પ્રદાન કરી શકે છે. રિપોર્ટમાં અંદાજે 2.6 ટેરાવોટને હરિયાળી ઊર્જામાં રૂપાંતરિત કરવાની આવશ્યકતા છે અર્થતંત્રમાં પરિવર્તન લાવવા માટે લક્ષિત નીતિઓ અને તકનીકી હસ્તક્ષેપ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top