ગુજરાતીઓ ગાદલા-ગોદડાં લઇને તૈયાર થઇ જજો, અંબાલાલ પટેલે ઠંડીને લઇને કરી ભારે આગાહી
Ambalal Patel: ગુજરાતમાં હવામાનના પેટર્નમાં કોઇ ફેરફાર થવાના સંકેત દેખાતા નથી, અડધો નવેમ્બર વીતી જવા આવ્યો છે પરંતુ જોઇએ એટલી ઠંડી હજુ શરૂ થઇ નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતમાં ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થશે. 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી રહેશે. આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે. તેની સાથે જ તેમણે કહ્યું છે કે, માર્ચ અને એપ્રિલમાં માવઠું રહેશે, જેની અસર ફેબ્રુઆરી સુધી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 19-22 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર જોવા મળશે. જો લો પ્રેશર ઓમાન તરફ જશે તો વરસાદ નહીં પડે, જો તે ગુજરાત તરફ આગળ વધે તો વરસાદ પડી શકે છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે આ વખતની ઠંડી ગ્લોબલ વોર્મિંગની અવધારણા ઓછી કરશે. ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત ઉત્તરીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનોના કારણે પ્રભાવિત થશે. રાજ્યમાં 22 ડિસેમ્બરથી જીવલેણ ઠંડી પડવાની સંભાવના છે. રાજ્યમાં 27 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઠંડીની અસર ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp