ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાથી ભારત આવશે નવું મહેમાન, કેરળ બાદ ગુજરાતમાં ફરી ઉડશે સી-પ્લેન, કેટલો છે ખર્ચ?
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દેશને એવી ભેટ આવી છે, જે પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ આપશે. કેનેડિયન કંપની ડી હેવિલેન્ડ (De Havilland Canada) કેનેડાએ ભારતને સી-પ્લેન સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. કેરળની રાજધાની કોચ્ચીમાં પણ તેનું ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. હવે તેને કેરળના બેકવૉટરથી મુન્નાર સુધી ઉડાવવામાં આવશે. સી-પ્લેન દ્વારા કેરળમાં પ્રવાસન વધુ વધવાની ધારણા છે. કેરળ બાદ ગુજરાતમાં પણ સી-પ્લેન સેવા ફરી શરૂ થશે.
રવિવારે એક સી-પ્લેને કોચીના તળાવથી મુન્નાર માટે લગભગ 30 મિનિટની ઉડાણ ભરી હતી. આ દરમિયાન કેરળ સરકારના ઘણા રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા. તેનું ઉદ્દેશ્ય કેરળના 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મુખ્ય પ્રવાસન સ્થળોની ઉડાણો સાથે જોડવાનું છે. એ સિવાય સી-પ્લેનનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં કે દર્દીઓને હૉસ્પિટલ સુધી લઈ જવા માટે તબીબી સુવિધા પૂરી પાડવા માટે પણ કરવામાં આવશે.
કેરળમાં પ્રવાસન સેવાઓ માટે વપરાતા સી-પ્લેનની ક્ષમતા 9 થી 30 મુસાફરોની હશે. તેનું બોર્ડિંગ વોટરડ્રોમ્સથી કરવામાં આવશે, જે કોચ્ચી લેકમાં ખાસ બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે સી-પ્લેનની સફરને સસ્તી બનાવવા માટે સરકારે સબસિડીની પણ જાહેરાત કરી છે. કેનેડાના પોલ ડેનિયલ મોન્ટગોમરી અને રોજર બ્રિન્જર દ્વારા સી પ્લેનની ટ્રાયલ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં સાબરમતી રિવર ફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 4 વર્ષ અગાઉ સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર તેને બંધ કરવી પડી હતી. હવે કેનેડાથી સી-પ્લેન આયાત કરીને અહીં સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. એ સિવાય લક્ષદ્વીપમાં પણ સી-પ્લેન સેવા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે કેનેડાથી DHC-6 ટ્વીન મોડલ સી-પ્લેન આયાત કરીને તેને ફરીથી શરૂ કરવામાં આવશે.
કેનેડાની એક કંપની પાસેથી મેળવેલા સી-પ્લેનની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે. કોચ્ચીમાં ટ્રાયલ કરાયેલા સી-પ્લેનની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે, જ્યારે ગુજરાત અને લક્ષદ્વીપ માટે ખરીદાયેલા સી-પ્લેનની કિંમત પણ લગભગ 65 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જો આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ગુજરાતમાં વપરાતું સી-પ્લેન વધુ ખર્ચાળ છે. 4 વર્ષ અગાઉ જે સી-પ્લેનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો તેની કિંમત લગભગ 30-35 કરોડ રૂપિયા હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp