મતદાન દરમિયાન મહારાષ્ટ્રના પિંપરીપાડા અને નંદગાંવમાં હોબાળો
મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે. શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, તેમના પુરોગામી ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. બીજી તરફ ઝારખંડના લોકો પણ બીજા તબક્કામાં મતદાન કરી રહ્યા છે. અહીં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે.
ઝારખંડની કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 38 પર આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે. તો મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં બપોરે 3:00 વાગ્યા સુધીમાં 45.53 ટકા મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં બપોરે 3:00 વાગ્યા સુધીમાં અહીં 61.47 ટકા મતદાન થયું હતું.
મહારાષ્ટ્રના પિંપરીપાડામાં પણ વિધાનસભા ચૂંટણી દરમિયાન હોબાળો થયો છે. શિવસેનાના ઢોંઢાસીના ઉમેદવાર સંજય નિરુપમે આરોપ લગાવ્યો છે કે વિસ્તારની કેટલીક મુસ્લિમ મહિલાઓ તેમને વૉટ આપવા માગતી હતી, પરંતુ વિસ્તારના પુરુષો મહિલાઓને વૉટ કરવા દેતા નહોતા. ત્યારબાદ સંજય નિરુપમ વિસ્તારમાં પહોંચ્યા અને હોબાળો કર્યો. સંજય નિરુપમે ત્યાં ઘણી દુકાનો બંધ કરી દીધી. તો નંદગાંવમાં પણ હોબાળાના સમાચાર મળી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp