કેનેડામાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલોને લઇને કોંગ્રેસે શું કહ્યું? મોદી સરકાર પાસે આ માગ ક

કેનેડામાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલોને લઇને કોંગ્રેસે શું કહ્યું? મોદી સરકાર પાસે આ માગ કરી

11/05/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેનેડામાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલોને લઇને કોંગ્રેસે શું કહ્યું? મોદી સરકાર પાસે આ માગ ક

Canada Temple Violence: કોંગ્રેસે સોમવારે કેનેડામાં એક હિન્દુ મંદિરમાં ભક્તો પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે સરકારને વિનંતી કરી છે કે તેઓ આ મુદ્દાને કેનેડા સરકાર સમક્ષ મજબૂતીથી ઉઠાવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. રવિવારે કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ સભા મંદિરમાં ખાલિસ્તાની ઝંડા લઇને આવેલા પ્રદર્શનકારીઓએની લોકો સાથે અથડામણ થઇ હતી. ત્યારબાદ, ઓટાવામાં ભારતીય હાઇ કમિશને 'ભારત વિરોધી' તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી.


મંદિરમાં જતા કોણ રોકી રહ્યું છે?

મંદિરમાં જતા કોણ રોકી રહ્યું છે?

કોંગ્રેસે કહ્યું કે કેનેડાથી આવેલો વીડિયો આખો દેશ જોઇ રહ્યો છે. અહીંના લોકો ચિંતિત છે કે કેનેડામાં કેવી રીતે ભક્તોને મંદિરમાં જતા રોકવામાં આવી રહ્યા છે? ખાલિસ્તાન સમર્થક લોકો બહાર નારા લગાવી રહ્યા છે. હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. કેનેડાની પોલીસ શ્રદ્ધાળુઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેની સાથે કોંગ્રેસે કહ્યું કે અમે ભારત સરકાર પાસે માગ કરીએ છીએ કે તે આ મામલો કેનેડા સરકાર સમક્ષ મજબૂતીથી ઉઠાવે. સરકારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આવી ઘટનાઓ ફરી ન બને.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top