‘અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે', આ પાર્ટીએ લોરેન્સ બિશ્નોઇને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની

Maharashtra Assembly Elections 2024: ‘અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે', આ પાર્ટીએ લોરેન્સ બિશ્નોઇને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની ઓફર કરી

10/22/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે', આ પાર્ટીએ લોરેન્સ બિશ્નોઇને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Central Jail)માં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi)ને એક રાજકીય પક્ષ તરફથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની ઓફર મળી છે. ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS) નામની આ પાર્ટી ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ છે. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ શુક્લાએ લોરેન્સ બિશ્નોઇને ચિઠ્ઠી લખીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની વિનંતી કરી છે.


સુનીલ શુક્લાએ ચિઠ્ઠીમાં શું કહ્યું?

સુનીલ શુક્લાએ ચિઠ્ઠીમાં શું કહ્યું?

સુનીલ શુક્લાના જણાવ્યા અનુસાર, મુંબઇમાં ચૂંટણી લડવા માટે અત્યાર સુધીમાં ઉત્તર ભારતીય વિકાસ સેનાના 4 ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. લોરેન્સ બિશ્નોઇની મંજૂરીથી 50 વધુ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે લોરેન્સને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે, 'અમને ગર્વ છે કે તમે પંજાબમાં જન્મેલા ઉત્તર ભારતીય છો અને અમે ઉત્તર ભારતીય વિકાસ સેનાના નામે એક રાષ્ટ્રીય અને મહારાષ્ટ્ર રાજ્યમાં રજિસ્ટર્ડ રાજકીય પાર્ટી છીએ, જે ભારતમાં ઉત્તર ભારતીયોના અધિકારો માટે કામ કરે છે.

લોરેન્સ બિશ્નોઇને લખેલી ચિઠ્ઠીમાં UBVS પ્રમુખ સુનીલ શુક્લાએ વધુમાં કહ્યું છે કે, 'અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને અન્ય 5 ઉત્તર ભારતીય રાજ્યોમાંથી આવતા ઉત્તર ભારતીયો, જેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો અને મોટા થયા, જેઓ OBC, SC અને ST છે, તેમને અનામતથી એટલે વંચિત રાખવામાં આવ્યા છે કારણ કે તેમના પૂર્વજો ઉત્તર ભારતીય હતા.

જો ભારત એક એકમ છે તો અમે આ અધિકારથી કેમ વંચિત છીએ? સુશીલ શુક્લાએ વધુમાં લખ્યું કે, 'અમે તમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપીએ છીએ. ઉત્તર ભારતીય વિકાસ સેનાના કાર્યકર્તાઓ અને અધિકારીઓ સુનિશ્ચિત કરશે કે તમે શાનદાર પ્રદર્શન સાથે ચૂંટણી જીતો અને તમારા સમાજનો ઉત્કર્ષ કરો. અમે તમારી ‘હા’ની રાહ જોઇ રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top