Delhi Assembly Election 2025: દિલ્હીમાં સપા બાદ હવે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને આપ્યો ઝટકો, સમર્થનને લઈને કરી આ મોટી જાહેરાત
Uddhav Thackeray: દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)એ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. શિવસેના (UBT)એ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ જૂથના સાંસદ અનિલ દેસાઈએ કહ્યું કે અમે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને સમર્થન આપી રહ્યા છીએ, કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ અમને સમર્થન આપ્યું હતું.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથી હોવા અને કોંગ્રેસ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સામે ચૂંટણી લડી રહી છે તે અંગે દેસાઈએ કહ્યું હતું કે, "અમે આશા રાખીએ છીએ કે દિલ્હીમાં મતોનું કોઈ વિભાજન ન થાય."
આ અગાઉ શિવસેના (UBT) નેતા સંજય રાઉતે AAP અને કોંગ્રેસને સાથે આવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભામાં સાથે મળીને લડ્યા હતા, તેથી અમે મોદીને રોકવામાં સફળ રહ્યા, પરંતુ જે રીતે વિધાનસભામાં ફ્રી સ્ટાઇલ કુસ્તી ચાલી રહી છે તે દેશ જોઈ રહ્યો છે. 4 વર્ષ બાદ જનતા આપણને સવાલ કરશે" આપણો દુશ્મન ભાજપ છે, કોંગ્રેસ કે AAP નથી. આપણે સાથે રહીશું તો જ દેશને આગળ લઈ જઈ શકીશું.
શિવસેના (UBT) અગાઉ, મંગળવારે (7 જાન્યુઆરી), સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે AAPને સમર્થન જાહેર કર્યું હતું. એમ પણ કહ્યું કે તેઓ AAP સાથે સ્ટેજ શેર કરશે. શિવસેના (UBT) રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. જ્યારે મહારાષ્ટ્રમાં તેઓ કોંગ્રેસ સાથે MVAમાં છે. બંને જ પક્ષો મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. એવામાં, દિલ્હીમાં AAPને શિવસેના (UBT)નું સમર્થન કોંગ્રેસને નારાજ કરી શકે છે. દિલ્હીમાં AAP અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. AAP અહીં છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp