AAP ધારાસભ્યને શંકાસ્પદ હાલતમાં ગોળી વાગતા મોત

AAP ધારાસભ્યને શંકાસ્પદ હાલતમાં ગોળી વાગતા મોત

01/11/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

AAP ધારાસભ્યને શંકાસ્પદ હાલતમાં ગોળી વાગતા મોત

પંજાબના લુધિયાણા પશ્ચિમના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી લાગવાથી મૃત્યુ થયું છે. ડેપ્યુટી કમિશનર જસકરણ સિંહ તેજાએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, ગોળી માથામાં વાગી હતી. શુક્રવારે મોડી રાત્રે તેમને લોહીથી લથપથ હાલતમાં DMCH લુધિયાણા લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના શબનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે.

પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તેમના પત્ની ડૉ. સુખચૈન કૌરે ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો હતો અને તેણે જ સૌથી પહેલા તેમના ધારાસભ્ય પતિને લોહીથી લથપથ જોયા હતા. તેના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પણ ગોળી કેમ અને કેવી રીતે વાગી? આ અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય ગોગી તેમની પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગોળી ચાલી ગઇ, છતાં આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવશે.


પોલીસ પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

પોલીસ પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

પંજાબના DCP જસકરણ સિંહ તેજાએ જણાવ્યું હતું કે મૃત્યુ કેવા સંજોગોમાં થયું તે કહેવું હજુ વહેલું ગણાશે, પરંતુ પરિવારના સભ્યોના મતે, તેમણે ભૂલથી પોતાને ગોળી મારી લીધી હતી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધારાસભ્ય ગોગીને પિસ્તોલ સાફ કરતી વખતે ગોળી વાગી હતી, પરંતુ તે માથામાં કેવી રીતે વાગી? આ એક મોટો પ્રશ્ન છે.


કાર્યક્રમોમાં હાજરી આપીને ઘરે પરત ફર્યા

કાર્યક્રમોમાં હાજરી આપીને ઘરે પરત ફર્યા

ગોગીની પત્ની સુખચૈને પોલીસને જણાવ્યું કે ગોગી મોડી સાંજે ઘરે પાછો ફર્યો હતો. તેઓ બુઢા દરિયા ખાતે સાંસદ સંત બલવીર સિંહ સીચેવાલને મળ્યા બાદ આવ્યા હતા. તેમણે દિવસભર ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો. ઘરે આવ્યા બાદ તેણે ખાવાનું બનાવ્યું, તે દરમિયાન ગોળીબારનો અવાજ સાંભળીને ઘરમાં અફરાતફરી મચી ગઈ. તેણે તેના પતિ ગોગીને લોહીથી લથબથ પડેલા જોયા. નોકરો અને સુરક્ષા કર્મચારીઓની મદદથી તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top