ધ્રુવ રાઠીએ અરવિંદ કેજરીવાલની ડોક્યૂમેન્ટ્રી 'અનબ્રેકેબલ' રીલિઝ કરી, AAPના સંયોજક બોલ્યા- 'આવા કાવતરા...'
Dhruv Rathee Releases AAP Documentary: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બનેલી ડોક્યૂમેન્ટ્રી 'અનબ્રેકેબલ'નું સ્ક્રીનિંગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ દિલ્હીના પત્રકારો માટે બતાવવાની તૈયારીમાં હતી, ત્યારે દિલ્હી પોલીસે તેને અટકાવી દીધી. એવો સંદર્ભ આપવામાં આવ્યા હતા કે તેને રીલિઝ કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. ત્યારથી, આમ આદમી પાર્ટી સતત ભાજપના નેતૃત્વ હેઠળની NDA કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહી છે.
હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર ધ્રુવ રાઠીએ યુટ્યુબ પર અરવિંદ કેજરીવાલ પર એક ડોક્યૂમેન્ટ્રી રીલિઝ કરી દીધી. તેમણે એક વીડિયો દ્વારા આખી ડોક્યૂમેન્ટરી બતાવી. હવે અરવિંદ કેજરીવાલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. AAPના સંયોજક ધ્રુવ રાઠીનો આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ પોસ્ટ કરી.
અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કરીને લખ્યું કે, "આ ફિલ્મ મારા માટે ખૂબ જ ભાવુક છે. આ અમારા છેલ્લા 2 વર્ષના સંઘર્ષની કહાની છે. દેશની અન્ય કોઈ પાર્ટીએ આખી સિસ્ટમ તરફથી આવા કાવતરાં અને હુમલાઓનો સામનો કર્યો નહીં કર્યો હોય. પરંતુ મુશ્કેલ સમય આવ્યો અને ગયો. ફક્ત સમય જ બતાવે છે કે આપણે ખરેખર કોણ છીએ. AAP is Unbreakable."
ये फ़िल्म मेरे लिए बेहद भावुक है। ये हमारे पिछले दो साल के संघर्ष की कहानी है। देश में किसी और पार्टी ने ऐसी साज़िशों और पूरे सिस्टम के हमलों का सामना नहीं किया होगा। लेकिन मुश्किल वक्त ही दिखाता है कि हम असल में कौन हैं।AAP is “Unbreakable” धन्यवाद ध्रुव, जब पूरा सिस्टम इसे… — Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2025
ये फ़िल्म मेरे लिए बेहद भावुक है। ये हमारे पिछले दो साल के संघर्ष की कहानी है। देश में किसी और पार्टी ने ऐसी साज़िशों और पूरे सिस्टम के हमलों का सामना नहीं किया होगा। लेकिन मुश्किल वक्त ही दिखाता है कि हम असल में कौन हैं।AAP is “Unbreakable” धन्यवाद ध्रुव, जब पूरा सिस्टम इसे…
અરવિંદ કેજરીવાલે આગળ લખ્યું, "આભાર ધ્રુવ, જ્યારે આખી સિસ્ટમ તેને રોકવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તમે આ ડોક્યૂમેન્ટ્રીને દુનિયા સામે લાવવાની હિંમત બતાવી. આ ફિલ્મ પહેલી વાર અમારો પક્ષ બતાવે છે. તેને જુઓ અને બધા સાથે શેર કરો."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp