કોલ્ડપ્લે શૉ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો બૂમરાહ, ક્રિસ માર્ટિને તેના માટે કહી આ વાત, જુઓ વીડિયો
Jasprit Bumrah stars at Coldplay concert: ભારતીય ક્રિકેટર જસપ્રીત બૂમરાહ 26 જાન્યુઆરીએ ભારતમાં કોલ્ડપ્લેના છેલ્લા કોન્સર્ટમાં હાજર રહ્યો હતો. બૂમરાહ પોતાના વતન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો વચ્ચે હાજર હતો. બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને પોતાના ગીતો દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. જ્યારે ગાયક પોતાના ચાહકો સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે કેમેરો બૂમરાહ તરફ ગયો, જે કોન્સર્ટ દરમિયાન હસતો હતો. ત્યારબાદ, ક્રિસે ભારતીય ફાસ્ટ બોલર માટે એક ગીત ગાયું અને તેની ખૂબ પ્રશંસા પણ કરી.
ક્રિસે સ્ટેજ બી પર ગાયું, જ્યાં તેણે કહ્યું કે, જસપ્રીત બૂમરાહ, મારો સુંદર ભાઈ. સમગ્ર ક્રિકેટ જગતનો શ્રેષ્ઠ બોલર. અમને તમને સતત વિકેટો લઈને ઇંગ્લેન્ડને ધ્વસ્ત કરતો જોવાની મજા નથી આવતી. એવું લાગે છે કે બૂમરાહને કોન્સર્ટમાં લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પહેલી વાર નહોતું જ્યારે ક્રિસે ભારતીય ફાસ્ટ બોલર વિશે વાત કરી હોય. ગયા અઠવાડિયે મુંબઈમાં એક શૉ દરમિયાન ગાયકે બૂમરાહનો ઉલ્લેખ કર્યો હતો.
માર્ટિને કહ્યું હતું કે રાહ જુઓ, આપણે શૉ સમાપ્ત કરવો પડશે કારણ કે જસપ્રીત બૂમરાહ બેકસ્ટેજ પર આવીને રમવા માગે છે. બૂમરાહ કહે છે કે હવે તેણે હવે મારે બોલિંગ કરવી પડશે. આ દરમિયાન, બૂમરાહે આ ક્ષણે પોતાની પ્રતિક્રિયા આપી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આ સાંભળીને મને હસવી દીધો! મુંબઈમાં કોલ્ડપ્લે કોન્સર્ટનું વાતાવરણ અદ્વભૂત અને તેનાથી પણ ખાસ હતું, જેનો ઉલ્લેખ કરવો જ જોઇએ.
ત્યારબાદ ક્રિસે મજાકમાં કહ્યું કે તેને બૂમરાહના વકીલો તરફથી એક પત્ર મળ્યો છે જેમાં તેણે બીજા કોન્સર્ટ દરમિયાન પરવાનગી વિના તેનું નામ વાપરવાનો આરોપ મૂક્યો છે. તેણે ગયા કોન્સર્ટમાં કહ્યું હતું કે મને ખૂબ જ દુઃખ છે, પણ મારે જસપ્રીત બૂમરાહના વકીલનો પત્ર વાંચવાનો છે. મારે તે વાંચવો પડશે કારણ કે, અમને જેલમાં મોકલી શકાય છે અને અમે અમદાવાદમાં શૉ નહીં કરી શકીએ.
The ‘game changer’ player is in the house 🔥 turning everything yellow 💛#ColdplayOnHotstar pic.twitter.com/pcXVT3l8L8 — Disney+ Hotstar (@DisneyPlusHS) January 26, 2025
The ‘game changer’ player is in the house 🔥 turning everything yellow 💛#ColdplayOnHotstar pic.twitter.com/pcXVT3l8L8
ક્રિસે માઇક્રોફોનમાં એક પત્ર વાંચ્યો. જેમાં લખ્યું હતું કે ડિયર કોલ્ડપ્લે, તમે પહેલા અને બીજા શૉમાં, પરવાનગી વગર જસપ્રીત બૂમરાહનો ઉલ્લેખ કર્યો હતો. આ ગેરકાયદેસર છે તમે જસપ્રીતનો ઉલ્લેખ નહીં કરી શકો. તમે પોતાની જોતને શું સમજો છો, મૂર્ખ અંગ્રેજ? તેમાં એમ પણ લખ્યું છે કે, શ્રી જસપ્રીત બૂમરાહ આખી દુનિયાનો સૌથી મહાન બોલર છે, અને તમે ફક્ત એક મૂર્ખ ગાયક છો. ક્રિસના આ શબ્દો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે બૂમરાહનો મોટો ફેન છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp