વોટ્સએપે લાખો યુઝર્સને કર્યા ખુશ, હવે એક એપમાં બહુવિધ એકાઉન્ટ ચાલશે
વોટ્સએપે તેના લાખો યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. યુઝર્સ હવે એક જ એપમાં બહુવિધ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. કંપનીનું આ ફીચર iPhone યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે.WhatsApp ટૂંક સમયમાં જ તેના લાખો યુઝર્સ માટે વધુ એક ખાસ ફીચર લાવી રહ્યું છે. Meta ની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ વિશ્વભરના લાખો લોકો કરે છે. ભારતમાં પણ તેના 50 કરોડથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે. આ એપનો ઉપયોગ એન્ડ્રોઈડની સાથે આઈફોન પર પણ મોટા પ્રમાણમાં થાય છે. વોટ્સએપ હવે તેના યુઝર્સ માટે એકથી વધુ એકાઉન્ટના ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ એક જ એપમાં એકસાથે અનેક વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે. કંપનીએ સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી છે.
વોટ્સએપ બ્લોગ અનુસાર, આ મલ્ટીપલ એકાઉન્ટ ફીચર હાલમાં iPhone યુઝર્સ માટે લાવવામાં આવી રહ્યું છે. એવા ઘણા યુઝર્સ છે જેઓ એક ફોનમાં બે સિમનો ઉપયોગ કરે છે અને તે બંને નંબર પર વોટ્સએપ પણ વાપરે છે. ઘણા સ્માર્ટફોનમાં બે વોટ્સએપ ઇન્સ્ટોલ કરી શકાતા નથી. આવી સ્થિતિમાં યુઝર્સે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે સેકન્ડરી ફોન રાખવો પડશે. WhatsAppનું આ મલ્ટી એકાઉન્ટ ફીચર iOS 25.2.10.70 વર્ઝન સાથે રોલઆઉટ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં, આ સુવિધા iPhone વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે.
WABetaInfo અનુસાર, આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે બીટા ટેસ્ટ પણ કરવામાં આવશે. આ પછી તેનું સ્ટેબલ વર્ઝન રોલઆઉટ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર યુઝર્સના બંને વોટ્સએપ એકાઉન્ટના ચેટ બેકઅપ, સેટિંગ અને ચેટ્સ અલગ-અલગ હશે જેથી યુઝર્સને કોઈપણ પ્રકારની મૂંઝવણનો સામનો ન કરવો પડે. વપરાશકર્તાઓ એપ્લિકેશનમાં બે એકાઉન્ટ્સ વચ્ચે સ્વિચ કરીને સંદેશાઓને ચેક કરી શકશે અને તેનો જવાબ આપી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp