ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ કયા બાથરૂમનો ઉપયોગ કરશે? આ સવાલ પર અમેરિકન સંસદમાં હોબાળો

ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ કયા બાથરૂમનો ઉપયોગ કરશે? આ સવાલ પર અમેરિકન સંસદમાં હોબાળો

11/21/2024 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ કયા બાથરૂમનો ઉપયોગ કરશે? આ સવાલ પર અમેરિકન સંસદમાં હોબાળો

Sarah McBride MP In America: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા છે. આ ચૂંટણીમાં કમલા હેરિસને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજી એક ખાસ વાત સામે આવી છે જ્યારે અમેરિકાની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવાર ચૂંટાયા છે. ડેમોક્રેટ સારા મેકબ્રાઇડ એ ટ્રાન્સજેન્ડર મહિલા છે જે ચૂંટાઈને સંસદ પહોચ્યા છે. સારાનો જન્મ એક પુરુષ તરીકે થયો હતો, પરંતુ તેમણે પોતાની જાતને એક સ્ત્રીમાં પરિવર્તિત કરાવી દીધી છે.


અમેરિકી સંસદમાં હોબાળો મચ્યો

અમેરિકી સંસદમાં હોબાળો મચ્યો

સારા મેકબ્રાઈડ ટ્રાન્સજેન્ડર મહિલા હોવાને લઈને અમેરિકન સંસદમાં વિવાદ છેડાઈ ગયો છે. આ વિવાદ એટલો વધી ગયો કે સંસદમાં આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો. રિપબ્લિકન પાર્ટીના સાંસદ નેન્સી મેસે સારાહ મેકબ્રાઇસને મહિલાઓના વોશરૂમનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. નેન્સી મેસે કહ્યું કે સારા મેકબ્રાઈડ મહિલા ટોઈલેટ્સનો ઉપયોગ ન કરી શકે કારણ કે તે અન્ય મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે.

નેન્સી મેસે સારાહ મેકબ્રાઈડના વિરોધમાં અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 2 પાનાંનો ઠરાવ પણ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં એવું લખવામાં આવ્યું હતું કે સંસદના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓને તેમના મૂળ લિંગ (જે લિંગમાં તેઓ જન્મ્યા છે) સિવાય અન્ય કોઈ શૌચાલયનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેની સાથે પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પુરુષ તરીકે જન્મેલા લોકોને લેડીઝ ટોયલેટ અથવા ચેન્જિંગ રૂમમાં જવા દેવાથી મહિલાઓની સુરક્ષા જોખમમાં આવી શકે છે.


સારા મેકબ્રાઇડની પ્રતિક્રિયા

સારા મેકબ્રાઇડની પ્રતિક્રિયા

સારા મેકબ્રાઇડે પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદે કહ્યું કે, આ દક્ષિણપંથી નેતાઓનું ષડયંત્ર છે જેથી લોકોને વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવી શકાય. તેમની પાસે એ સમસ્યાઓનું સમાધાન નથી, જેનાથી લોકો ઝઝૂમી રહ્યા છે.


વિવાદ બાદ શું નિર્ણય આવ્યો?

વિવાદ બાદ શું નિર્ણય આવ્યો?

અમેરિકન હાઉસના સ્પીકર માઈક જોનસને નેન્સી મેસના પ્રસ્તાવ પર વિચાર કરતા ટ્રાન્સજેન્ડર મહિલાઓ લેડીઝ ટોયલેટનો ઉપયોગ ન કરવાના વિચારને સમર્થન આપ્યું હતું. ગૃહના સ્પીકરે કહ્યું કે, મહિલાઓ માટે વ્યક્તિગત જગ્યા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ પ્રતિબંધ કેપિટલ હિલથી સંસદ સુધી અમલમાં રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top