શું ગોગો દીદીનો જાદુ કામ કરી ગયો છે? ભાજપનો પ્લાન, JMMનો ખેલ બગડ્યો!

શું ગોગો દીદીનો જાદુ કામ કરી ગયો છે? ભાજપનો પ્લાન, JMMનો ખેલ બગડ્યો!

11/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

શું ગોગો દીદીનો જાદુ કામ કરી ગયો છે? ભાજપનો પ્લાન, JMMનો ખેલ બગડ્યો!

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે. નેતાઓ અને ઉમેદવારો હવે બધા પોતપોતાના ઘરે છે અને પરિણામના દિવસની રાહ જોઈ રહ્યા છે, જે 23મી નવેમ્બરે આવશે. જો કે એ અગાઉ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, જેમાં NDAને બહુમતી મળતી દેખાઈ રહી છે. એવામાં સવાલ એ થાય છે કે શું ઝારખંડની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી વચનો અસરકારક સાબિત થયા? બીજી તરફ, ચૂંટણીની તારીખોની જાહેરાતના એક દિવસ અગાઉ, હેમંત સોરેનની સરકારે પણ મૈયા યોજના હેઠળ આપવામાં આવતા ભથ્થામાં વધારો કરીને એક મોટું પગલું ભર્યું હતું. રાજ્ય સરકારનું આ પગલું ભાજપ માટે પડકાર બની ગયું હતું, જેને તેણે ગોગો દીદી યોજનાની જાહેરાત કરીને હલ કર્યો હતો.


ગોગો દીદી વર્સિ મૈયા યોજના

ગોગો દીદી વર્સિ મૈયા યોજના

ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં ગોગો દીદી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ઝારખંડની મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ સ્કીમ દ્વારા ઝારખંડમાં NDA સરકાર બનતાની સાથે જ મહિલાઓના બેંક ખાતામાં દર મહિને 2100 રૂપિયા મોકલવામાં આવશે. જ્યારે હેમંત સરકારની મૈયા યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળે છે. ચૂંટણીના પરિણામો અગાઉ જ ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને મહિલાઓને ફોર્મ ભરાવવાના શરૂ કરી દીધા.


બટેંગે તો કટેંગે Vs એક રહેંગે તો નેક રહેંગે

બટેંગે તો કટેંગે Vs એક રહેંગે તો નેક રહેંગે

ભારતીય જનતા પાર્ટીએ ૨ રાજ્યો અને દેશના ઘણા રાજ્યોમાં પેટાચૂંટણીની જાહેરાત અગાઉ એક સૂત્ર આપ્યું હતું, બટેંગે તો કટેંગે.' ભાજપના તમામ સ્ટાર પ્રચારકોએ ચૂંટણી રાજ્યમાં આ સૂત્રનો ભરપૂર ઉપયોગ કર્યો. તેને લઈને ઘણા રાજ્યોમાં પોસ્ટર વોર પણ શરૂ થઈ ગયા. આ સૂત્રોચ્ચારને લઈને વિપક્ષે ભાજપ પર ભાગલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ વિપક્ષ પાસે આ સૂત્રોચ્ચારનો ઉકેલ નહોતો. વિપક્ષ પછી ‘એક રહેંગે તો નેક રહેંગે' નારો લાવ્યું.

ઝારખંડમાં ઘૂસણખોરીના મુદ્દે ભાજપ સંપૂર્ણપણે આક્રમક રહી અને પાર્ટીના સ્ટાર પ્રચારકોએ દરેક જાહેર સભામાં આ બાબતને મુખ્ય રીતે ઉઠાવી છે અને વચન આપ્યું છે કે ઝારખંડમાં NDAની સરકાર બનશે કે તરત જ ઘૂસણખોરોને બહાર કરવામાં આવશે. તેના માટે રાજ્ય અને NRC લાવવામાં આવશે. જોકે, NDA નેતાઓએ સ્પષ્ટ કર્યું કે NRC બિલકુલ આદિવાસીઓ માટે નહીં હોય. ભાજપ સોરેન સરકાર પર આરોપ લગાવી રહી છે કે રાજ્ય સરકારના પ્રોત્સાહનના કારણે આદિવાસી સમાજ પર સંકટ વધી ગયું છે.


ઝારખંડ એક્ઝિટ પોલ

ઝારખંડ એક્ઝિટ પોલ

મેટ્રિસ એક્ઝિટ પોલ્સ અનુસાર, ભાજપના નેતૃત્વ હેઠળના NDAગઠબંધનને 42-47 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ શાસક ગઠબંધન (ઇન્ડિયા બ્લોક)ને લગભગ 25-30 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને 1-4 બેઠકો મળવાની શક્યતા છે.

 

ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર, NDAને રાજ્યમાં 40-44 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે JMMના નેતૃત્વવાળા ગઠબંધનને 30-40 બેઠકો મળવાની સંભાવના છે.

પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલ પણ NDAને એક ધાર આપે છે, જેમાં ગઠબંધન માટે 44-53 બેઠકો અને JMMની આગેવાની હેઠળના ગઠબંધનને 25-37 બેઠકોની આગાહી કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોને 5-9 બેઠકો મળવાની ધારણા છે.

જોકે, એક્સિસ-માય ઈન્ડિયાએ અનુમાન લગાવ્યું છે કે JMMની આગેવાની હેઠળનું ગઠબંધન કુલ 81 બેઠકોમાંથી 53 બેઠકો સાથે રાજ્ય જીતી શકે છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top