નવી વહુ આવતા જ મુકેશ અંબાણીને જોરદાર ફાયદો, માત્ર 10 દિવસમાં કમાઇ નાખ્યા આટલા કરોડ!

નવી વહુ આવતા જ મુકેશ અંબાણીને જોરદાર ફાયદો, માત્ર 10 દિવસમાં કમાઇ નાખ્યા આટલા કરોડ!

07/16/2024 Business

SidhiKhabar

SidhiKhabar

નવી વહુ આવતા જ મુકેશ અંબાણીને જોરદાર ફાયદો, માત્ર 10 દિવસમાં કમાઇ નાખ્યા આટલા કરોડ!

અનંત-રાધિકાના લગ્ન 12 જુલાઇએ સંપન્ન થઇ ગયા છે, ત્યારબાદ રિસેપ્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દુનિયાની સૌથી મોંઘા લગ્નમાંથી એક અનંત રાધિકાન લગ્નમાં દુનિયાભરના સિતારાઓનો જમાવડો થયો. દિગ્ગજ રાજનેતા પણ આ લગ્નના ફંક્શનમાં સામેલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન અને ફીફાના પ્રેસિડેન્ટ સુધી આ વેડિંગ ફંક્શનમાં સામેલ થયા. આ દરમિયાન મુકેશ અંબાણીના નેટવર્થમાં જોરદાર વધારો થયો છે. અનંત રાધિકાના લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવી રહી છે કે મુકેશ અંબાણીએ આ લગ્નમાં ખૂબ પૈસા ખર્ચ કર્યા છે. જો કે, આ દરમિયાન તેમની સંપત્તિમાં ફરક પડ્યો નથી, પરંતુ તેમને નેટવર્થમાં શાનદાર નફો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિ એક દિવસમાં રેકોર્ડ વધી છે. બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ મુજબ તેમના નેટવર્થમાં વધારો થયો છે.


મુકેશ અંબાણીને થયો ફાયદો:

મુકેશ અંબાણીને થયો ફાયદો:

નેટવર્થમાં વધારા બાદ મુકેશ અંબાણીને દુનિયાના અમીરોની લિસ્ટમાં ફાયદો મળ્યો છે. મુકેશ અંબાણી એક પદ ઉપર આવી ચૂક્યા છે અને અત્યારે પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. મુકેશ અંબાણી હવે દુનિયાના અબજપતિઓની લિસ્ટમાં 12માં નંબરથી 11માં નંબર પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિનેયર મુજબ તેમનું નેટવર્થ 5 જુલાઇ 118 અબજ ડૉલર હતું, જે વધીને 121 અબજ ડોલર થઇ ચૂક્યું છે.  તેનો અર્થ છે કે છેલ્લા 10 દિવસોમાં તેમની સંપત્તિમાં 3 અબજ ડૉલર (લગભગ 25000 કરોડ રૂપિયા)નો વધારો થયો છે.


રિલાયન્સના શેરોમાં શાનદાર તેજી:

રિલાયન્સના શેરોમાં શાનદાર તેજી:

સોમવારના આંકડા જોઇએ તો મુકેશ અંબાણીને છેલ્લા 24 કલાક દરમિયાન 109 મિલિયન ડોલર (લગભગ 9110 કરોડ રૂપિયા)ની કમાણી થઇ છે. અત્યારે તેઓ દુનિયાના 12માં સૌથી અમીર વ્યક્તિ છે. 12 જુલાઇએ લગ્નવાળા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં 1 ટકાની તેજી આવી હતી. શેરોમાં તેજીનું કારણે મુકેશ અંબાણીના વેલ્થમાં પણ વધારો જોવા મળ્યો. છેલ્લા એક મહિનામાં તેના શેર 6.65 ટકા ચઢ્યા છે. 6 મહિનામાં તેના શેર 14.90 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કે, મંગળવારે તેના શેર 1.11 ટકાથી વધારે ઘડીને 3159 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top