4 વર્ષમાં 1 લાખને બનાવ્યા 40 લાખ! દોઢ રુપિયાના શેરમાં પૈસા લગાવનાર બન્યા માલામાલ

4 વર્ષમાં 1 લાખને બનાવ્યા 40 લાખ! દોઢ રુપિયાના શેરમાં પૈસા લગાવનાર બન્યા માલામાલ

05/20/2024 Business

SidhiKhabar

SidhiKhabar

4 વર્ષમાં 1 લાખને બનાવ્યા 40 લાખ! દોઢ રુપિયાના શેરમાં પૈસા લગાવનાર બન્યા માલામાલ

શેર બજારને ભલે જોખમ ભરેલો કારોબાર કહેવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર ઉપસ્થિત છે, જે પોતાના રોકાણકારોનું નસીબ ખોલનારા સાબિત થયા છે. તેમાંથી ઘણાએ લોંગ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ કર્યા છે, તો ઘણા સ્ટોક્સે ખૂબ જ ઓછા સમયમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. એવો જ એક IT સ્ટોક છે વન પોઇન્ટ વન સોલ્યુશન્સ લિમિટેડના શેર (One Point One Solutions Ltd) જેણે 4 વર્ષમાં 1 લાખ રુપિયા લગાવનારાઓની રકમ 40 લાખ રુપિયામાં બદલી દીધી છે.


58 રૂપિયાને પાર પહોંચી શેરની કિંમત:

58 રૂપિયાને પાર પહોંચી શેરની કિંમત:

શેર માર્કેટમાં કારોબાર કરનારી એવી કંપનીઓની લિસ્ટ લાંબી થતી જઈ રહી છે, જે પોતાના ઇન્વેસ્ટર્સ માટે મલ્ટીબેગર શેર સાબિત થયા છે અને થોડા જ સમયમાં તેમના પર પૈસાઓનો વરસાદ કરી દીધો છે. સ્મોલકેપ કંપની One Point One Solutions Ltdના શેરની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષની અવધિમાં જ આ સ્ટોકે પોતાના રોકાણકારોને 3,600 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેરની કિંમત 1.58 રુપિયાથી વધીને 58.65 રુપિયા પર પહોચી ચૂંકી છે.


4 વર્ષોમાં કેવી રીતે વરસાવ્યા પૈસા

4 વર્ષોમાં કેવી રીતે વરસાવ્યા પૈસા

IT સર્વિસિસ આપનારી આ સ્મોલકેપ કંપનીના શેર 29 નવેમ્બર 2019ના રોજ માત્ર 1.58 રુપિયાના હતા, જે છેલ્લા કારોબારી દિવસ શનિવારે 5.01 ટકાની જોરદાર તેજી સથે 58.65 રુપિયાના સ્તર પર ક્લોઝ થયા હતા. શનિવારે આયોજિત સ્પેશન ટ્રેડિંગ સેશનમાં આ શેરે 56.80 રુપિયા પર કારોબારની શરુઆત કરી હતી અને અપર સર્કિટ સાથે 58 રુપિયા પાર નીકળી ગયા હતા. છેલ્લા 5 કારોબારી દિવસોમાં જ આ શેરના ભાવમાં 19.69 ટકાની તેજી આવી ચૂંકી છે.


3612 ટકાનું રિટર્ન

3612 ટકાનું રિટર્ન

છેલ્લા 4 વર્ષના પ્રદર્શન પર નજર નાખીએ તો આ અવધિમાં સ્મોલકેપ મલ્ટીબેગર સ્ટોકમાં પૈસા લગાવનારા રોકાણકારોને 3612 ટકાનું રિટર્ન મળ્યું છે અને એક શેરની કિંમતમાં 57.07 રુપિયાનો ઉછાળ નોંધાયો છે. આ હિસાબે જોઇએ તો જો કોઇ રોકાણકારે એ સમયે આ કંપનીના શેરમાં 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હશે અને તેને અત્યાર સુધી હોલ્ડ રાખ્યા હશે, તો તેણે લગાવેલી રકમ અત્યાર સુધી 37 લાખ રુપિયાથી વધુ થઈ ગઈ હશે. ન માત્ર 4 વર્ષ પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત પોતાના રોકાણકારોની સંપત્તિમાં વધારો કરવાનું કામ કરી રહ્યા છે.


એક વર્ષમાં જ ડબલથી વધારે થયા પૈસા

એક વર્ષમાં જ ડબલથી વધારે થયા પૈસા

એક તરફ જ્યાં 1250 કરોડ રુપિયાની માર્કેટ કેપવાળી આ કંપનીએ 4 વર્ષમાં સારું એવું રિટર્ન આપ્યું છે. તો છેલ્લા 1 મહિનામાં તેમાં રોકાણ કરનારાઓને લગભગ 10 ટકા, 6 મહિનામાં 23 ટકાનું રિટર્ન મળ્યુ છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ IT સ્ટોકે પોતાના રોકાણકારોની રકમ ડબલ કરતા પણ વધારે કરી છે. વર્ષમાં આ શેરે 163.60 ટકાનું રિટર્ન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે આ કંપનીના માર્ચ ત્રિમાસિકના પરિણામ શાનદાર રહ્યા હતા અને આ દરમિયાન તેના નેટ પ્રોફિટમાં 105 ટકાનો વધારો નોંધ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top