નવરાત્રિમાં બુક કરાવો નવી કાર, 10 લાખના બજેટમાં આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ

નવરાત્રિમાં બુક કરાવો નવી કાર, 10 લાખના બજેટમાં આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ

10/03/2024 Business

SidhiKhabar

SidhiKhabar

નવરાત્રિમાં બુક કરાવો નવી કાર, 10 લાખના બજેટમાં આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ

આજે નવરાત્રી 2024નો પહેલો દિવસ છે, તેની સાથે જ તહેવારોની સીઝન પણ શરૂ થઇ ગઇ છે. જો તમે પણ આ તહેવારોની સીઝનમાં 10 લાખ રૂપિયા સુધીના બજેટમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચાલો અમે તમને જણાવી દઇએ કે તમને 10 લાખ રૂપિયા સુધીની કિંમતની રેન્જમાં કયા મોડલ્સ મળી જશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ ઉપરાંત મહિન્દ્રા અને કિયા જેવી ઓટો કંપનીઓની ગાડીઓ આ બજેટમાં સામેલ છે. ચાલો જાણીએ આ કંપનીઓના કઇ ગાડીઓ તમને 10 લાખ રૂપિયાથી ઓછામાં મળશે.


ભારતમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટની કિંમત

ભારતમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટની કિંમત

મારુતિ સુઝુકીએ આ વર્ષે ગ્રાહકો માટે તેની લોકપ્રિય હેચબેકનું 2024નું મોડલ લોન્ચ કર્યું હતું. તમે આ લોકપ્રિય ગાડીને પેટ્રોલ અને CNG વેરિયન્ટમાં ખરીદી શકો છો. આ હેચબેકની કિંમત રૂ. 6 લાખ 49 હજાર (એક્સ-શૉરૂમ) થી રૂ. 9 લાખ 59 હજાર 499 (એક્સ-શૉરૂમ) સુધી છે.


ભારતમાં હ્યુન્ડાઇ એક્સ્ટર કિંમત

ભારતમાં હ્યુન્ડાઇ એક્સ્ટર કિંમત

હ્યુન્ડાઇની આ સસ્તી SUVની પણ માર્કેટમાં ગ્રાહકો વચ્ચે સારી માગ છે, આ ગાડીના બેઝ વેરિયન્ટની કિંમત રૂ. 5 લાખ 99 હજાર 900 (એક્સ-શૉરૂમ) થી રૂ. 10 લાખ 42 હજાર 800 (એક્સ-શૉરૂમ) સુધી છે.


ભારતમાં ટાટા પંચની કિંમત

ભારતમાં ટાટા પંચની કિંમત

ટાટા મોટર્સની આ લોકપ્રિય SUV પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક અવતારમાં ખરીદી શકાય છે. પરંતુ તમને 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ઇલેક્ટ્રિક વર્ઝન મળશે નહીં, જેનો અર્થ છે કે તમે આ ગાડીના માત્ર પેટ્રોલ અને CNG વેરિયન્ટ્સ જ 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકશો. આ SUVની કિંમત 6 લાખ 12 હજાર 900 રૂપિયા (એક્સ-શૉરૂમ) થી લઇને 9 લાખ 99 હજાર 900 રૂપિયા (એક્સ-શૉરૂમ) છે.


મહિન્દ્રા XUV 3XOની ભારતમાં કિંમત

મહિન્દ્રા XUV 3XOની ભારતમાં કિંમત

આ તહેવારોની સીઝનમાં જો તમે પણ મહિન્દ્રા કંપનીની આ સસ્તી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને આ કારની કિંમત વિશે જણાવીએ. આ SUVની કિંમત 7 લાખ 19 હજાર રૂપિયા (એક્સ-શૉરૂમ) થી લઇને 15 લાખ 49 હજાર રૂપિયા (એક્સ-શૉરૂમ) સુધી છે.


ભારતમાં કિયા સોનેટની કિંમત

ભારતમાં કિયા સોનેટની કિંમત

Kiaની આ SUV ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે, આ ગાડીના બેઝ વેરિયન્ટની કિંમત 7 લાખ 99 હજાર 900 રૂપિયા (એક્સ-શૉરૂમ) થી લઇને 14 લાખ 91 હજાર 900 રૂપિયા (એક્સ-શૉરૂમ) સુધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top