શેરબજારમાં કરડાકો બોલ્યો ને 2 લાખ કરોડનું નુકસાન થયું, કારણ પણ સામે આવ્યું
ભારતીય શેર બજારમાં 30 સપ્ટેમ્બરે ભારે ઘટાડો નોંધાયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં આવેલા આ ભૂકંપના કારણે રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. શેર બજારમાં કરડાકો બોલવાનું કારણ પણ સામે આવી ગયું છે, ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે શેર બજારમાં આ ભુકંપ કેમ આવ્યો.
શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ ઘણા કારણો છે. અહેવાલો અનુસાર, મધ્ય-પૂર્વમાં વધતા તણાવને આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં જ ઇઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહની હત્યા કરી દીધી છે. ત્યારબાદ મધ્ય પૂર્વમાં ખૂબ તણાવ છે. ઘટાડાનું બીજું કારણ વૈશ્વિક બજારો અને ખાસ કરીને એશિયન બજારની નબળાઇ પણ માનવામાં આવી રહ્યું છે. જ્યાં જાપાનનો નિક્કેઇ-225 ઇન્ડેક્સમાં 5 ટકાથી વધુ ઘટાડો આવ્યો હતો. જ્યારે કોરિયન માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો હતો.
બીજું એક કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારે વેચાણને માનવામાં આવે છે. 27 સપ્ટેમ્બરે પણ વિદેશી રોકાણકારોએ અંદાજે રૂ. 1,209.10 કરોડના શેર વેચ્યા હતા. તો 30 સપ્ટેમ્બરે પણ વેચાણની અટકળો લગાવવામાં આવી રહી છે. શેરબજારમાં ઘટાડા માટે આ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp