સસ્તી મળશે કાર, હવે ઓટો ઈન્ડસ્ટ્રીમાં અંબાણીની એન્ટ્રી, દર વર્ષે આટલી કાર બનાવવાનો લક્ષ્યાંક

સસ્તી મળશે કાર, હવે ઓટો ઈન્ડસ્ટ્રીમાં અંબાણીની એન્ટ્રી, દર વર્ષે આટલી કાર બનાવવાનો લક્ષ્યાંક

09/20/2024 Business

SidhiKhabar

SidhiKhabar

સસ્તી મળશે કાર, હવે ઓટો ઈન્ડસ્ટ્રીમાં અંબાણીની એન્ટ્રી, દર વર્ષે આટલી કાર બનાવવાનો લક્ષ્યાંક

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી હવે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી શકે છે. જો આમ થયું તો રિલાયન્સના વાહનો બજારમાં મહિન્દ્રા અને ટાટા મોટર્સની કારોને ટક્કર આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની સૌથી પહેલા ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારમાં હાથ અજમાવશે. વાસ્તવમાં, કંપનીની ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને બેટરી બનાવવાની યોજના છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેના માટે કંપનીએ ચીની કાર મેન્યૂફેક્ચરિંગ કંપની BYDના પૂર્વ અધિકારીને હાયર કર્યા છે. આ વ્યક્તિએ લાંબા સમયથી ચીનમાં વરિષ્ઠ પદ પર કામ કર્યું છે.


પ્લાન્ટ સેટઅપ કરવા માટે વિશેષ સલાહકારની નિમણૂક કરવામાં આવી

તમને જણાવી દઈએ કે BYD ચીનમાં પોષણક્ષમ ભાવે હાઈ ક્લાસ કાર વેચવા માટે જાણીતી છે. કંપનીની હેચબેક, કોમ્પેક્ટ એસયુવી અને સેડાન દરેક સેગમેન્ટમાં વાહનો ધરાવે છે. આ ઉપરાંત, કંપનીએ EV વાહનો માટે પ્લાન્ટ સ્થાપવા માટે એક વિશેષ સલાહકારની નિમણૂક કરી છે. જે કંપની દ્વારા સ્થાપવામાં આવનાર ઈવી પ્લાન્ટના ખર્ચ અને અન્ય વિગતોનું આયોજન કરશે.


કાર સિંગલ ચાર્જ પર 521 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે

કાર સિંગલ ચાર્જ પર 521 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે

જાણકારી અનુસાર અનિલ અંબાણીએ પહેલા દર વર્ષે 2.50 લાખ કાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ, કંપની આ સંખ્યાને વાર્ષિક 7.50 લાખ સુધી લઈ જવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે BYDની ભારતીય બજારમાં Atto 3 કાર ઉપલબ્ધ છે. આ કાર સિંગલ ચાર્જ પર 521 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. એવો અનુમાન છે કે રિલાયન્સ કારના ઉત્પાદનમાં આવ્યા બાદ સ્પર્ધા વધશે અને લોકોને સસ્તા ઇલેક્ટ્રિક વાહનો મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top