14 જાન્યુઆરીએ ઉજવવામાં આવતા મકર સંક્રાંતિના તહેવારનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

14 જાન્યુઆરીએ ઉજવવામાં આવતા મકર સંક્રાંતિના તહેવારનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

01/14/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

14 જાન્યુઆરીએ ઉજવવામાં આવતા મકર સંક્રાંતિના તહેવારનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

14 જાન્યુઆરીએ ઉજવવામાં આવતો મકરસંક્રાંતિનો તહેવાર ઘણું મહત્વ ધરાવે છે. આ તહેવાર ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, હવામાન અને ધર્મ સાથે પણ સંબંધિત છે. મકરસંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવાય છે. આ દિવસનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે, કારણ કે આ દિવસે સૂર્ય ઉત્તર તરફ આગળ વધે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે. વેદોમાં, ભગવાન સૂર્યને 'પિતા' તરીકે ઓળખવામાં આવે છે અને તેમનો માર્ગ આપણા જીવનના તબક્કાઓ અને ઋતુઓના પરિવર્તનને નિર્ધારિત કરે છે.


મકરસંક્રાંતિની દંતકથા

મકરસંક્રાંતિની દંતકથા

મકરસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરના અસુરોને તેમના માથા કાપીને મંદારા પર્વત પર ફેંકી દીધા હતા. ભગવાનના વિજયને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિથી ઋતુ બદલાય છે. પાનખરની અસર ઓછી થવા લાગે છે અને ત્યાર બાદ વસંતઋતુનું આગમન શરૂ થાય છે. પોષ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી ઉંમર અને ઉર્જા વધવાની સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવના ઘરે જાય છે. આ રીતે પિતા અને પુત્ર વચ્ચે પ્રેમ વધે છે. આવી સ્થિતિમાં સૂર્ય અને શનિદેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.


મકરસંક્રાંતિનું મહત્વ

આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક દૃષ્ટિકોણથી ઉત્તરાયણનું સવિશેષ મહત્ત્વ છે. સાધનના દૃષ્ટિકોણથી દક્ષિણાયનને શુદ્ધિકરણનો સમય કહ્યો છે, જ્યારે ઉત્તરાયણને આત્મજ્ઞાન માટેનો સમય કહ્યો છે. તદ્ઉપરાંત ઉત્તરાયણને ગ્રહણશીલતા, અનુગ્રહ, જ્ઞાનોદય તેમજ પરમપ્રાપ્તિનો સમય કહેવાયો છે. ઉત્તરાયણ મનુષ્યના આધ્યાત્મ અને જ્ઞાનની ક્ષમતામાં વધારો કરવાનો સમય છે. સમગ્ર માનવ પ્રણાલી અન્ય કોઈપણ સમય કરતાં આ સમયે સૌથી વધુ ગ્રહણશીલ બની પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે.

હિંદુ માન્યતાઓ અનુસાર, પવિત્ર નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. તે તમારા ભૂતકાળના અને વર્તમાન પાપોને ધોઈ નાખે છે અને તમને સ્વસ્થ, સમૃદ્ધ અને સફળ જીવન આપે છે. કોઈ નવો બિઝનેસ શરૂ કરવા, ઓફિસમાં કોઈ નવી જગ્યા લેવા વગેરેની યોજનાનો અમલ કરવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. 


ભારતના ઘણા ભાગોમાં, જેમ કે યુપી, બિહાર, પંજાબ અને તમિલનાડુમાં, નવા પાકની લણણી કરવાનો સમય છે. ખેડૂતો પણ આ દિવસને કૃતજ્ઞતા દિવસ તરીકે ઉજવે છે.આ સમય કૃષિ ક્ષેત્ર માટે પણ અનુકૂળ કહેવાયો છે. પોંગલ પણ ઉત્તરાયણના દિવસે જ મનાવામાં આવે છે. પોંગલ કૃષિનો તહેવાર છે. મુખ્યત્વે આ તહેવાર દક્ષિણ ભારતમાં મનાવવામાં આવે છે.


મકરસંક્રાંતિને સમગ્ર ભારતમાં ઘણા નામોથી ઉજવવામાં આવે છે. સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે ઉજવાય છે

મકરસંક્રાંતિને સમગ્ર ભારતમાં ઘણા નામોથી ઉજવવામાં આવે છે. સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે ઉજવાય છે

    ઉતર ભારતમાં,
        હિમાચલ પ્રદેશ - લોહડી અથવા લોહળી
        પંજાબ - લોહડી અથવા લોહળી

    પૂર્વ ભારતમાં,
        બિહાર - સંક્રાંતિ
        આસામ - ભોગાલી બિહુ
        પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા - મકરસંક્રાંતિ

    પશ્ચિમ ભારતમાં
        ગુજરાત અને રાજસ્થાન - મકરસંક્રાંતિ
        મહારાષ્ટ્ર - संक्रान्त, સંક્રાન્ત

    દક્ષિણ ભારતમાં,
        આંધ્ર પ્રદેશ - તેલુગુ
        તામિલ નાડુ - પોંગલ
        કર્ણાટક - સંક્રાન્થી
        સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ.
   ભારતનાં અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ


મકરસંક્રાંતિની તારીખ અને શુભ સમય

તારીખ: 14 જાન્યુઆરી, શુક્રવાર

મકરસંક્રાંતિ પુણ્યકાલ - બપોરે 02:43 થી 05:45 સુધી

મકરસંક્રાંતિ મહા પુણ્ય કાલ - બપોરે 02:43 થી 04:28 PM


મકરસંક્રાંતિની પૂજા પદ્ધતિ

આ દિવસે લાકડાના બાજઠ પર ગંગાજળ છાંટી પવિત્ર કરો. બાજઠ પર ભગવાન ગણેશ, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને સૂર્ય ભગવાનની મૂર્તિ/છબી મૂકો. દીવો પ્રગટાવી ભગવાન ગણેશનું આહ્વાન કરીને પૂજાની શરૂઆત કરો. હળદર, ચંદન, કુમકુમ, દુર્વા ઘાસ, ફૂલ, ધૂપ અને ફળ અર્પણ કરો. આરતી કરીને પૂજાની સમાપ્તિ કરો અને પછી પ્રસાદનું વિતરણ કરો.

ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરો :
ઓમ એકદંતાય વિદ્ધમહે, વક્રતુણદય ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત્।
રુદ્ર ગાયત્રી મંત્ર:
ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત્।
વિષ્ણુ ગાયત્રી મંત્ર અને લક્ષ્મી ગાયત્રી મંત્રઃ
ઓમ મહાલક્ષ્મૈચ્ય વિદ્મહે વિષ્ણુ પત્તાચ્ય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત્।


આ વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે

આ વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે

આ દિવસે ભક્તો સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને ચોખા, કઠોળ, ગોળ, વટાણા, રેવડી વગેરેનું દાન કરવાથી શુભ ફળ મળે છે. ગરીબ અને અસહાય લોકોને ગરમ વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય મળે છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આ દિવસે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!"  "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ અને ગોળ માંથી બનાવેલા 'લાડુ' અને 'ચિકી' ખાય અને ખવડાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top