રતન ટાટાના ઉત્તરાધિકારીને લઇને બિઝનેસ ટાયકૂનની બાયોગ્રાફીમાં મોટો ઘટસ્ફોટ

રતન ટાટાના ઉત્તરાધિકારીને લઇને બિઝનેસ ટાયકૂનની બાયોગ્રાફીમાં મોટો ઘટસ્ફોટ

10/30/2024 Business

SidhiKhabar

SidhiKhabar

રતન ટાટાના ઉત્તરાધિકારીને લઇને બિઝનેસ ટાયકૂનની બાયોગ્રાફીમાં મોટો ઘટસ્ફોટ

Ratan Tata Biography Relvealed Big Secret: રતન ટાટા 9 ઓક્ટોબર 2024ના રોજ આ દુનિયા છોડી ગયા. તેમના અંતિમ સંસ્કાર 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યા હતા. રતન ટાટાના અવસાન બાદ તેમના સાવકા ભાઇ નોએલ ટાટાને બંને ટાટા ટ્રસ્ટના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. છે. આ બંને ટ્રસ્ટ 165 અબજ અમેરિકી ડૉલરના ટાટા ગ્રુપનું નિયંત્રણ કરે છે.

રતન ટાટાના અવસાન બાદ, તેમની બાયોગ્રાફી 'રતન ટાટા- અ લાઇફ'નું વિમોચન થયું છે, જે હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી અને થોમસ મેથ્યૂ દ્વારા લખવામાં આવી છે. તેમાં ખુલાસો થયો છે કે રતન ટાટા નહોતા ઇચ્છતા કે નોએલ ટાટા તેમના ઉત્તરાધિકારી બને. તેઓ બંને ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા, કારણ કે આ પદ માટે તેમને ખૂબ અનુભવ અને ગ્રુપ વિશે વધુ જાણકારીની જરૂરિયાત હતી. એટલે તે સમયે તેમને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા નહોતા.


જો તેમને પુત્ર હોત તો તેમના માટે પણ આ જ માર્ગ અપનાવ્યો હોત

જો તેમને પુત્ર હોત તો તેમના માટે પણ આ જ માર્ગ અપનાવ્યો હોત

બાયોગ્રાફીથી ખુલાસો થયો કે માર્ચ 2011માં રતન ટાટાએ તેમના ઉત્તરાધિકારીની શોધ કરી હતી. તેના માટે રચાયેલી કમિટીએ અનેક અરજદારોની મુલાકાત લીધી હતી. નોએલ ટાટાએ પણ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, પરંતુ રતન ટાટા પસંદગી સમિતિથી દૂર રહ્યા અને પોતાના નિર્ણય પર અફસોસ થયો. ઘણા લોકો ઇચ્છતા હતા કે તેઓ તેમનો ભાગ બને, પરંતુ તેઓ દૂર રહ્યા કારણ કે ટાટા ગ્રુપની અંદરના ઘણા લોકો ચેરમેન બનવા માગતા હતા.

રતન ટાટા તેમને ખાતરી આપવા માગતા હતા કે તેઓ કોઇની પણ ભલામણ નહીં કરે, પછી ભલે તે કોઇ પણ હોય. તેમના ઉત્તરાધિકારીની પસંદગી, સિલેક્શન કમિટી દ્વારા જ કરવામાં આવશે. એ સમયે નોએલ ટાટા પાસે આ પદ સંભાળવાનો અનુભવ અને જાણકારી પણ નહોતી. રતન ટાટાએ કહ્યું હતું કે તેઓ આ પદ પર પહોંચવા માટે સીડીઓ ચઢતા આ પદ સુધી પહોંચ્યા અને જો તેમનો પુત્ર હોત તો પણ તેઓ કંઇક એવું કરતા કે તેમનો પુત્ર પણ સીધો તેમનો ઉત્તરાધિકારી ન બની શકતો.


ગ્રુપમાં ખોટી માન્યતાઓ ન ફેલાય તે માટે સમિતિથી દૂર રહ્યા

ગ્રુપમાં ખોટી માન્યતાઓ ન ફેલાય તે માટે સમિતિથી દૂર રહ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પદ 2011માં સાયરસ મિસ્ત્રીને આપવામાં આવ્યું હતું. આ એક નિર્ણય હતો જેણે રતન ટાટાને નારાજ કરી દીધા હતા, કારણ કે સાયરસ મિસ્ત્રી સાથે તેમની વધારે બનતી નહોતી. રતન ટાટા સિલેક્શન પેનલથી પણ દૂર રહ્યા કારણ કે ગ્રુપમાં ધારણા બની ગઇ હતી કે તેમના સાવકા ભાઇ નોએલ ટાટા જ તેમના ઉત્તરાધિકારી માટે એકમાત્ર ઉમેદવાર હતા, જ્યારે કંપનીમાં પારસીઓ અને સમુદાયના પરંપરાવાદીઓ તેમને પોતાનામાંથી એક માનતા હતા.

રતન ટાટાનું માનવું હતું કે વ્યક્તિની પ્રતિભા અને મૂલ્યો જ મહત્ત્વ ધરાવે છે. તેના આધારે પસંદગી થવી જોઇએ. રતન ટાટા પણ વિદેશી અરજદારો પર પણ વિચાર કરવા તૈયાર હતા, જો તેમની પાસે જરૂરી લાયકાત હોય. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નોએલ ટાટાની પસંદગી ન થાય તો પણ તેમને નોએલ વિરોધીના રૂપમાં ન જોવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top