PCBની અનોખી ડિમાન્ડ, BCCI પાસે આ મુદ્દે લેખિતમાં માગ્યો જવાબ, જાણો શું છે મામલો

Champions Trophy 2025: PCBની અનોખી ડિમાન્ડ, BCCI પાસે આ મુદ્દે લેખિતમાં માગ્યો જવાબ, જાણો શું છે મામલો

07/15/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

PCBની અનોખી ડિમાન્ડ, BCCI પાસે આ મુદ્દે લેખિતમાં માગ્યો જવાબ, જાણો શું છે મામલો

ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે ખૂબ જ અનોખી ડિમાન્ડ કરી છે. PCBએ કહ્યું કે, BCCI લેખિતમાં જવાબ આપે કે ભારત સરકારે પાકિસ્તાનમાં રમવાની મંજૂરી આપી નથી. PCB ઈચ્છે છે કે, BCCI એ વાતનો લેખિત પુરાવો આપે કે ભારત સરકારે આગામી વર્ષે થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સુરક્ષાના કારણોનો સંદર્ભ આપીને ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.


BCCIએ ભારત સરકારે મંજૂરી નથી આપી એ વાત લેખિતમાં આપવી પડશે

BCCIએ ભારત સરકારે મંજૂરી નથી આપી એ વાત  લેખિતમાં આપવી પડશે

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ઈચ્છે છે કે જલદી જ આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ICCની વાર્ષિક કોન્ફરન્સ 19 જુલાઈએ કોલંબોમાં થશે, જેમાં હાઇબ્રીડ મોડલ પર ચર્ચા એજન્ડામાં નથી, જે હેઠળ ભારતીય ટીમ પોતાની મેચ UAEમાં રમશે. રિપોર્ટમાં PCBના એક સૂત્રએ કહ્યું કે, જો ભારત સરકારે મંજૂરી નથી આપી તો તેણે લેખિતમાં આપવું પડશે અને BCCIICCને એ પત્ર તાત્કાલિક આપે. અમે સતત કહી રહ્યા છીએ કે, BCCI 5-6 મહિના અગાઉ ટૂર્નામેન્ટ માટે ટીમના પાકિસ્તાન જવા બાબતે ICCને લેખિતમાં સૂચિત કરે.


PCBએ ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમનો ડ્રાફ્ટ ICCને સોંપી દીધો છે

PCBએ ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમનો ડ્રાફ્ટ ICCને સોંપી દીધો છે

BCCI હંમેશાં કહે છે કે પાકિસ્તાનમાં રમવાનો નિર્ણય સરકારનો હશે અને 2023 વન-ડે એશિયા કપ પણ ભારતની મેચ હાઇબ્રીડ મોડલ પર શ્રીલંકા રમાઈ હતી. PCBએ ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમનો ડ્રાફ્ટ ICCને સોંપી દીધો છે. જેમાં ભારતની બચી મેચ, સેમીફાઇનલ અને ફાઇનલ લાહોરમાં હશે. તો ભારત અને પાકિસ્તાનની મેચ 1 માર્ચે થવાની છે. આ અગાઉ વર્ષ 2023 એશિયા કપની મેજબાની પાકિસ્તાને કરી હતી. જો કે, ભારતીય ટીમે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પછી આ ટૂર્નામેન્ટ હાઇબ્રીડ મોડલમાં રમાઈ હતી. 2023 એશિયા કપમાં ભારતીય ટીમે પોતાની બધી મેચ શ્રીલંકામાં રમી હતી. અત્યાર સુધી BCCIએ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે, ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે BCCIICC પાસે હાઇબ્રીડ મોડલની માગ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top