દિલ્હીમાં મુખ્યમંત્રીના શપથ માટેનો દિવસ અને સમય નક્કી, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ
દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ માટે તારીખ અને સમય નક્કી થઇ ગયો છે. નવા મુખ્યમંત્રી કેબિનેટ સભ્યો સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. આ માટેની તૈયારીઓ રામલીલા મેદાનમાં શરૂ થઈ ગઈ છે. શપથ ગ્રહણ અને સરકારની રચનાને લઈને 19 ફેબ્રુઆરીએ ભાજપની બેઠક થશે. બેઠકમાં ધારાસભ્ય દળની બેઠકનો સમય અને તારીખ નક્કી કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહના પ્રભારી વિનોદ તાવડે અને તરુણ ચૂગ બેઠકમાં હાજર રહેશે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપ સંગઠનના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં શપથગ્રહણની તૈયારીઓ, બેઠક વ્યવસ્થા અને ગેસ્ટ લિસ્ટને આખરી ઓપ આપવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ માટે તારીખ માટે જુઓ નીચે આપેલો વીડિયો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
5 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટી 27 વર્ષ બાદ સત્તામાં આવી છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે. જ્યારે AAPને 22 બેઠકો મળી હતી. 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. હવે વિરોધ પક્ષો મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં વિલંબ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આજે જ કાર્યકારી સીએમ આતિશીએ કહ્યું હતું કે, દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યાને 10 દિવસ વીતી ગયા છે. દિલ્હીના લોકોને આશા હતી કે 10 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહ થશે અને ત્યારબાદ તેમનું કામ શરૂ થશે, પરંતુ જનતા રાહ જોતી જ રહી ગઇ. આનાથી સાબિત થયું છે કે ભાજપ પાસે દિલ્હી સરકાર ચલાવવા માટે એક પણ મુખ્યમંત્રીનો ચહેરો નથી.
આમ તો મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નામ છે, જેમાં સૌથી મુખ્ય નામ પ્રવેશ વર્માનું છે. જેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી સીટ પરથી હરાવ્યા છે. બીજું નામ સતીશ ઉપાધ્યાયનું છે. તેઓ પણ મજબૂત દાવેદાર છે. સતીશ ઉપાધ્યાય દિલ્હી ભાજપના અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે અને તેઓ દિલ્હી યુવા વિંગના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. આ સિવાય આશિષ સુદ, જીતેન્દ્ર મહાજન, રેખા ગુપ્તા જેવા નામો પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે. પરંતુ ભાજપ મુખ્યમંત્રીના પદ પર કોઈ નવી વ્યક્તિને બેસાડી દે તો પણ નવાઈ નહી! કારણ કે ભાજપ અગાઉ પણ એમ કરી ચૂકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp