દેવીને બલિ ચઢાવવી યોગ્ય છે કે અયોગ્ય..., શ્રીમદ્ ભાગવત અને માર્કંડેય પુરાણ શું કહે છે?

દેવીને બલિ ચઢાવવી યોગ્ય છે કે અયોગ્ય..., શ્રીમદ્ ભાગવત અને માર્કંડેય પુરાણ શું કહે છે?

10/09/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

દેવીને બલિ ચઢાવવી યોગ્ય છે કે અયોગ્ય..., શ્રીમદ્ ભાગવત અને માર્કંડેય પુરાણ શું કહે છે?

નવરાત્રિ દરમિયાન દેવીને બલિ ચઢાવવાની પરંપરા જેવી બની ગઇ છે. મોટી સંખ્યામાં લોકો માતા રાણી સમક્ષ માનતાઓ માને છે અને જ્યારે તેમની ઇચ્છા પૂરી થાય છે ત્યારે તેઓ પશુ બલિ આપે છે. જો કે, પૌરાણિક ગ્રંથો અને વેદોમાં પણ બલિની મનાઇ કરવામાં આવી છે. યર્જુર્વેદમાં તો બલિની પરંપરાનો વિરોધ કરવામાં આવ્યો છે. યજુર્વેદનો મંત્ર છે ‘ઇમમુર્ણાયું વરુણસ્ય નાભિં ત્વચં પશૂનાં દ્વિપદામ્ ચતુષ્પદમ્. ત્વષ્ટુ: પ્રજ્ઞાનાં પ્રથમં જાનિન્નામાગ્ને મા હિશ્સી પરમે વ્યોમ,' તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઊન જેવા વાળોવાળા ઊંટ અને અન્ય ચાર પગવાળા પશુઓ અને પક્ષીઓને કોઇપણ કારણસર મારવા જોઇએ નહીં.

પૌરાણિક ગ્રંથોમાં પણ આ પ્રથાની નિંદા કરવામાં આવી છે. બલિ વિશે શ્રીમદભગતમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ પોતાના સ્વાર્થ માટે આવું જઘન્ય પાપ દેવી પર થોપ્યું છે. મહર્ષિ વેદ વ્યાસે આ મહાન ગ્રંથના જડ ભરત પ્રસંગમાં વેદ વ્યાસે વિગતવાર વર્ણન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભીલોએ જડ ભરતને પકડી લીધો અને માતાની સામે તેની બલિ આપવા લાગ્યા તો ભદ્રકાળી પોતે પ્રગટ થઇ ગયા. માતાએ ભીલોને ઠપકો આપ્યો અને તેમને દંડિત કરતા કહ્યું કે ક્યારે તેમની પાસે બલી માગવામાં આવી.

આ રીતે માતા ભદ્રકાળીએ ભરતજીને ભીલોથી મુક્ત કરાવ્યા. માર્કંડેય પુરાણના દુર્ગા સપ્તશતી વિભાગમાં પ્રથમ અધ્યાયમાં એક જગ્યાએ બલિનું વિવરણ મળે છે. તેમાં સમાધિ નામક વૈશ્ય અને રાજા સુરથ દ્વારા અલ્પાહાર લઇને દેવીની તપસ્યા કરવાની વાત કહેવામાં આવી છે.


ઘણા મંદિરોમાં બલિ પછી પૂજા પૂર્ણ થાય છે

ઘણા મંદિરોમાં બલિ પછી પૂજા પૂર્ણ થાય છે

અંતે રાજા અને વૈશ્ય માતાને પોતાના શરીરનું રક્ત અર્પણ કરે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ બલિનો અર્થ કોઇ પણ અર્થમાં પશુઓની હત્યા નથી. આ જ પુસ્તકમાં બલિનો અર્થ સમજાવતા કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાના દુષ્ટતાને છોડી દેવાની છે. બલિની પરંપરા સામાન્ય રીતે માત્ર શાક્ત અને તાંત્રિકોના સંપ્રદાયોમાં જ જોવા મળે છે. જો કે, પાછીના સમયગાળામાં અન્ય સંપ્રદાયના લોકોએ પણ બલિ આપવાનું શરૂ કર્યું. દેશભરમાં માતાના ઘણા મંદિરોમાં બલિ વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. જો કે, અત્યાર સુધી આ પરંપરા માટે કોઇ ધાર્મિક આધાર મળ્યો નથી. એવામાં માન્યતા છે કે લોકોએ પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે બલિને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.


બલિની પ્રથા ક્યારે શરૂ થઇ?

બલિની પ્રથા ક્યારે શરૂ થઇ?

ધાર્મિક વિધિઓમાં પશુ બલિની પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઇ તે અંગે સ્પષ્ટપણે કંઇ કહેવું મુશ્કેલ છે. વૈદિક ગ્રંથોમાં બલિનો નિષેધ કરવામાં આવ્યો છે. એવામાં ઘણા વિદ્વાનો દલીલ કરે છે કે તે સમયે પણ બલિ પ્રથા હતી, તેથી તેનો વિરોધ કરવામાં આવ્યો છે. પશુ બલિને લઇને ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રીરામ શર્માએ તેમના પુસ્તક ‘પશુબલિ હિંદુ ધર્મ ઔર માનવ સભ્યતા પર એક કલંક’માં પશુ બલિ વિશે વિગતવાર લખ્યું છે.  તેમાં તેમણે બલિને પાપ ગણાવી છે.

એ જ રીતે સામવેદના બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં બલિ માટે લખવામાં આવ્યું છે કે 'ન કિ દેવા ઉનીમસિ ન ક્યા યોપયામસિ. મંત્રશ્રુત્યમ્ ચરામસિ.' તેનો અર્થ છે કે દેવો, અમે હિંસા કરતા નથી અને આવા કોઇ કર્મકાંડ કરતા નથી, પરંતુ અમારું આચરણ વેદ પ્રમાણે છે. ઘણા વૈદિક ગ્રંથોમાં, બલિને રાક્ષસો અને મલેચ્છોના કર્મ તરીકે વર્ણવવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top