છેતરપિંડી પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહી છે સરકાર, જાણો RBI કેવા બનાવી રહી છે નિયમો અને કાયદા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રાષ્ટ્રીય સ્તર પર યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (ULI) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે UPI જેવું જ હશે, જે અર્થતંત્રના મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર જેમ કે કૃષિ અને MSMEને લોન આપવાનું કાર્ય કરશે. સોમવારે આ જાણકારી RBI ગવર્નર શક્તિકાંત દાસે આપી હતી. ગ્લોબલ કોન્ફરન્સને સંબોધતા દાસે કહ્યું કે RBI તરફથી પાઇલટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. અનુભવના આધાર પર યોગ્ય સમયે ULI સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે.
દાસે કહ્યું કે UPIએ સમગ્ર પેમેન્ટ સિસ્ટમ બદલી નાખી છે. અમે ULI સિસ્ટમ પાસેથી એવી જ અપેક્ષા રાખીએ છીએ. JAM-UPI-ULI ભારતની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યાત્રામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેન્કિંગ સિસ્ટમમાં વધુ ડિજીટલાઇઝેશન કરવા માટે, RBI દ્વારા ગયા વર્ષે ક્રેડિટ આપવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં વ્યક્તિની પરવાનગીના આધારે ડિજિટલ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં ઘણા રાજ્યોના જમીન રેકોર્ડ્સ, મલ્ટીપલ ડેટા પ્રદાતાઓ પાસેથી લોન આફનારી કંપનીઓએ ડેટાનો ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે. તેનાથી નાના અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને લોન આપવામાં લાગતો સમય ઘટશે.
શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું હતું કે ULI આર્કિટેક્ટમાં સામાન્ય અને પ્રમાણભૂત API છે અને વિવિધ સ્ત્રોતોમાંથી આવતી માહિતી સુધી પહોંચવા માટે 'પ્લગ એન્ડ પ્લે' અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી ઘણી ટેક્નિકલી ખામીઓ દૂર થાય છે અને લેનાર વ્યક્તિને કોઈ પણ લાંબી પ્રક્રિયા વિના સરળતાથી લોન મેળી જાય છે. જન ધન અકાઉન્ટ, આધાર અને મોબાઈલ ફોન, જેને JAM ત્રિમૂર્તિના રૂપમાં ઓળખવામાં આવે છે, તે ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આધાર છે. JAM હેઠળ લેવામાં આવેલી પહેલના 67 ટકા લાભાર્થી ગ્રામીણ વિસ્તારોમાંથી છે અને તેમાંથી 55 ટકાથી વધુ મહિલાઓ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp