સંશોધકોએ DeepSeek AIનો કર્યો પર્દાફાશ, લાગ્યા ગંભીર આરોપ
DeepSeek R1 AI લોન્ચ થતા જ વિવાદોમાં ઘેરાય ગયું છે. આ AI ટૂલ પર અમેરિકા સહિત ઘણા દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીની સ્ટાર્ટઅપ કંપની DeepSeek R1 AI ટૂલ પર યુઝર્સનો ડેટા ચીન મોકલવાનો આરોપ લાગ્યો છે. એક સંશોધન પેઢીએ પુષ્ટિ કરી છે કે આ AI ચેટબોટ ચીન સાથે જોડાયેલું છે. રિપોર્ટ અનુસાર, DeepSeekના કોડ ચાઇના મોબાઇલના છે, જેના પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચીની ટેલિકોમ ઓપરેટર 2019 થી અમેરિકામાં પ્રતિબંધિત છે.
એસોસિએટ પ્રેસ (AP)ના અહેવાલ મુજબ, DeepSeek R1 AIમાં એવા કોડ છે, જે વપરાશકર્તાઓની લોગ-ઇન માહિતી ચાઇના મોબાઇલને મોકલે છે. કેનેડા સ્થિત રિસર્ચ ફર્મ ફેરૂટ સિક્યુરિટીએ દાવો કર્યો છે કે DeepSeek R1 AIનો ઉપયોગ સુરક્ષિત નથી. ઘણા અન્ય સ્વતંત્ર નિષ્ણાતોએ પણ દાવો કર્યો છે કે DeepSeek R1 AI વપરાશકર્તાઓનો ડેટા ચીન મોકલે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન 2019માં અમેરિકન સરકારે ચાઇના મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે જોખમ હોવાનો ઉલ્લેખ કરીને આ ચીની ટેલિકોમ ઓપરેટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, સુરક્ષા સંશોધન પેઢીએ AI ટૂલના કોડ વિશે વધુ માહિતી શેર કરી નથી.
રિસર્ચ ફર્મે દાવો કર્યો છે કે DeepSeek R1 AIનો આ કોડ યુઝરની લોગ-ઇન માહિતી ચાઇના મોબાઇલને મોકલે છે. સંશોધન પેઢીએ વેબ લોગ-ઇન કોડની તપાસ કર્યા બાદ આ માહિતી આપી છે. જોકે, કંપની દ્વારા હજુ સુધી તેની મોબાઇલ એપ્લિકેશનનું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. DeepSeek R1 AI પર સૌપ્રથમ અમેરિકાના ટેક્સાસ રાજ્ય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સરકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ આ AI ટૂલને તેમના ઉપકરણોમાં ન રાખે. આ ઉપરાંત, યુએસ સરકારી એજન્સી અને NASAએ પણ DeepSeek R1 AIના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીની સ્ટાર્ટઅપ કંપનીના આ AI મોડેલ પર ઇટાલીમાં પણ પ્રતિબંધ છે. ભારતના નાણા મંત્રાલયે તેના કર્મચારીઓને DeepSeek R1 AI અને ChatGPT જેવા કોઈપણ AI ટૂલ્સનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp