આ મંદિરમાં રહે છે યમરાજ, અહીથી ચાલે છે ધર્મરાજની અદાલત
હિમાચલ પ્રદેશમાં હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે અને આ બધા મંદિરો સાથે કંઈક ને કંઈક અનોખી કથા જોડાયેલી છે, જે આ મંદિરોને ખાસ બનાવે છે. આ પ્રકારે હિમાચલના ચૌરાસી મંદિર પોતાની રોચક કથા અને ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. મંદિરને લઈને એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં 4 અલગ અલગ ધાતુના અદૃશ્ય દરવાજા પણ આવેલા છે. આ ચારેય દરવાજા સોના, ચાંદી, તાંબા અને લોખંડથી બનેલા છે.
આ ચૌરાસી મંદિરને લઈને માન્યતા છે કે અહી સાક્ષાત યમરાજ બિરાજમાન છે અને અહી તેમનું કોર્ટ લાગે છે, જેમાં લોકોના સ્વર્ગ કે નર્કમાં જવાનો નિર્ણય પોતે યમરાજ જ કરે છે. એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં આદિકાળથી એક શિવલિંગ આવેલી છે અને મંદિરમાં એક રહસ્યમયી રૂમ પણ છે જેને ચિત્રગુપ્તનો રૂમ પણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ચિત્રગુપ્ત વ્યક્તિના કર્મોનું લેખું-જોખુ રાખે છે.
માન્યતાઓ મુજબ, કોઈ પણ જીવનું મૃત્યુ થવા પર તેની આત્માને ચિત્રગુપ્ત સામે લાવવામાં આવે છે અને તેના સારા નરસા બધા કર્મોનો હિસાબ અહી થાય છે. ચિત્રગુપ્તના રહસ્યમયી રૂમ સામે આવતા જ વધુ એક રૂમ છે, જેણે ધર્મરાજની કોર્ટ કહેવામાં આવે છે. આ રૂમમાં આત્માને લાવવામાં આવે છે અને અહી જ નિર્ણય થાય છે કે જીવની આત્મા આગળ ક્યાંની યાત્રા કરશે, તેની માન્યતાના કારણે અહીં લોકો આવતા ડરે છે.
ભાઈ બીજાના તહેવારના અવસર પર અહી ભક્તોની ભારે ભીડ લાગે છે કેમ કે ભાઈ બીજના તહેવારનો સંબંધ યમરાજ સાથે જોડાયેલો છે. માન્યતા છે કે ભાઈ બીજાના દિવસે યમરાજ લાંબા સમય બાદ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા, જેનાથી યમુનાએ પ્રસન્ન થઈને પોતાના ભાઈ યમરાજ પાસે વરદાન માગ્યો હતો કે આ દિવસે જે પણ ભાઈ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરશે અને મારા જળમાં સ્નાન કરશે તેને યમરાજનો ડર નહીં સતાવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp