Market Updates : 20 વર્ષ પછી Tata ગ્રુપનો પહેલો IPO 22 નવેમ્બરથી ખુલશે, વાંચો સંપૂર્ણ સમાચાર

Market Updates : 20 વર્ષ પછી Tata ગ્રુપનો પહેલો IPO 22 નવેમ્બરથી ખુલશે, વાંચો સંપૂર્ણ સમાચાર

11/18/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Market Updates : 20 વર્ષ પછી Tata ગ્રુપનો પહેલો IPO 22 નવેમ્બરથી ખુલશે, વાંચો સંપૂર્ણ સમાચાર

Tata IPO : Tata  ગ્રુપનું નામ ભારતમાં મોટું છે. સ્વાભાવિક છે કે Tata જેવા કોર્પોરેટ જાયન્ટ ગણાતા ગ્રુપ તરફથી કોઈક સમાચાર આવે, તો સમગ્ર માર્કેટનું ધ્યાન એ સમાચાર પર જ કેન્દ્રિત થાય. એમાંય અત્યારે મળતા સમાચાર મુજબ Tata ગ્રુપ 20 વર્ષના લાંબા અંતરાલ બાદ પહેલો IPO લઈને આવી રહ્યું છે.


Tata IPO વિષે જાણો

Tata IPO વિષે જાણો

ટાટા ગ્રૂપ 20 વર્ષ બાદ ફરીથી શેરબજારમાં એન્ટ્રી કરી રહ્યું છે. ગ્રૂપ કંપની ટાટા ટેક્નોલોજીનો IPO 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. ટાટા ટેક એ ટાટા મોટર્સનું એકમ છે. ટાટા મોટર્સ IPOમાં 11.4 ટકા હિસ્સો વેચશે. કંપની રૂ. 3,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આલ્ફા ટીસી 2.4 ટકા હિસ્સો વેચશે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ ટાટા ટેકના ઇશ્યૂમાં 1.2 ટકા હિસ્સો વેચશે. ટાટા ગ્રૂપે છેલ્લે 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો IPO રજૂ કર્યો હતો.


21મી નવેમ્બરથી IREDA ઈશ્યુ

સરકારી કંપની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)નો IPO 21 નવેમ્બરથી ખુલશે અને 23 નવેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો 20 નવેમ્બરે નાણાંનું રોકાણ કરી શકશે. કંપનીએ તેની કિંમત 30-32 રૂપિયા નક્કી કરી છે. ગયા વર્ષે મે મહિનામાં એલઆઈસી પછી સરકારી કંપનીનો આ પહેલો આઈપીઓ છે.

(ડિસ્‍ક્‍લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top