ટેક જાયન્ટ એલોન મસ્ક 'X'માં લાવ્યા નવું ફીચર, હવે X દ્વારા લોકોને સરળતાથી મળશે નોકરી
ટેક જાયન્ટ એલોન મસ્કે વર્ષ 2022માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) ખરીદ્યું હતું. ત્યારથી, એલોન મસ્કે Xમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. અગાઉ Xમાં વીડિયો કોલિંગ ફીચર, લોંગ વીડિયો શેરિંગ, લોંગ પોસ્ટ, એડિટિંગ, લાઈવ જેવા ફીચર્સ નહોતા, પરંતુ એલોન મસ્કે Xને ખરીદ્યા બાદ હવે આ તમામ ફીચર્સ એક્સમાં ઉપલબ્ધ છે. હવે એલોન મસ્કે X માં વધુ એક નવું ફીચર ઉમેર્યું છે. ચાલો જાણીએ Xના આ નવા ફીચર વિશે.
એલોન મસ્ક હવે Xમાં જોબ સર્ચિંગ ફીચર ઉમેર્યું છે. હવે X યુઝર્સ આ પ્લેટફોર્મ પર રિક્રૂટર્સ સાથે સરળતાથી જોડાઈ શકશે અને તેમની પસંદગીની નોકરી મેળવી શકશે. આ ફીચર એ જ રીતે કામ કરશે જે રીતે LinkedIn નોકરી શોધવા માટે કામ કરે છે. તમને જણાવી દઈએ કે Xનું આ નવું ફીચર ગયા વર્ષે આવ્યું હતું, પરંતુ તે બીટા વર્ઝનમાં હતું. Xની આ નવી સુવિધા એ સંસ્થાઓ માટે છે જે આ પ્લેટફોર્મ પર વેરિફાઇડ છે.
X ની એક્સ-હાયરિંગ સુવિધા નોકરી શોધવા માટે ડેટાબેઝ પર આધારિત હશે. નવી ભૂમિકા માટે કોઈપણ જોબ પોસ્ટ થતા જ યુઝરની રુચિ અનુસાર યુઝર જોબ સર્ચ ઓપ્શનમાં જોબ્સ જોશે. તેમાં એપ્લિકેશન ટ્રેકિંગ સિસ્ટમ (ATS) ઉમેરવામાં આવી છે. તે XML ફીડ દ્વારા નોકરી કરતી કંપનીઓને ઉમેદવારોનો ડેટા પ્રદાન કરશે.
એક્સનું નવું જોબ સર્ચિંગ ફીચર યુઝર્સ માટે ફ્રી હશે. પરંતુ Xએ હાયરિંગ કંપનીઓ પાસેથી $1,000 એટલે કે અંદાજે રૂ. 82,000 ચાર્જ કરશે. Xના આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે તમે Xમાં જોબ્સ વિકલ્પ પર જઈ શકો છો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp