સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા-રમતા બાળક ગટરમા પડી જતા મોત

સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા-રમતા બાળક ગટરમા પડી જતા મોત

11/20/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા-રમતા બાળક ગટરમા પડી જતા મોત

ભાગ-દોડ ભરેલી જિંદગીમાં હવે તમામ લોકો વ્યસ્ત રહે છે અને પોતાના બાળકો પર વધુ ધ્યાન આપી શકતા નથી. તો કેટલાક લોકો પોતાના બાળકો પ્રત્યે બેદરકારી પણ રાખતા હોય છે અને એ દરમિયાન કેટલીક વખત બાળકો દુર્ઘટનાનો શિકાર થઇ જતા હોય છે. એવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. અહીં ગટરમાં પડી જવાથી એક છોકરાનું મોત થઇ ગયું છે.


સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી

સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી

સચિનમાં તંલગપુરગામમાં પ્રાથમિક શાળા નજીક રહેતા મનોજ ગોડ સંચાખાતામાં કામ કરે છે. તેનો 2 વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બૉલ રમી રહ્યો હતો. છોકરો ન દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ જાણકારી ન મળતા પરિવારે પોલીસને જાણકારી આપી હતી. ત્યારબાદમાં કોઈને શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે, જેથી ફાયર બિગ્રેડને જાણ કરતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી તપાસ કરના મળ્યો નહોતો, બાદમાં મંગળવારે વહેલી સવારે ફાયરના જવાનોએ ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી.

JCB મશીનથી ખાડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને છોકરાની શોધ કરી હતી. ત્યારબાદમાં બાળકનું શબ ખાડીમાંથી મળી આવતાપોસ્ટમૉર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયું હતું. છોકરો પરિવારનો એકનો એક દીકરો હતો. જોકે તેના મોતના કારણે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top