ટીમ કૂકની મોટી જાહેરાત, Apple આ તારીખે લોન્ચ કરશે નવી પ્રોડક્ટ્સ

ટીમ કૂકની મોટી જાહેરાત, Apple આ તારીખે લોન્ચ કરશે નવી પ્રોડક્ટ્સ

02/15/2025 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

ટીમ કૂકની મોટી જાહેરાત, Apple  આ તારીખે લોન્ચ કરશે નવી પ્રોડક્ટ્સ

iPhone SE 4 અને MacBookની રાહ જોઈ રહેલા Appleના ફેન્સ માટે એક નવા સમાચાર સામે આવ્યા છે. એપલ 19 ફેબ્રુઆરીએ એક ઈવેન્ટ યોજવા જઈ રહી છે. તેમાં કંપની ઘણી નવી પ્રોડક્ટ લાવી શકે છે. ટિમ કુકે 'X' પર માહિતી આપતા  લખ્યું કે, 'એપલના નવા સભ્યને મળવા માટે તૈયાર થઈ જાવ. Apple 19 ફેબ્રુઆરી (બુધવાર)ના રોજ લોન્ચ થશે. કૂક દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે એપલની નવી પ્રોડક્ટ્સ દસ્તક દેવાની છે.


કઇ પ્રોડક્ટ્સ લોન્ચ થઇ શકે છે?

કઇ પ્રોડક્ટ્સ લોન્ચ થઇ શકે છે?

બ્લૂમબર્ગ તરફથી મળેલી માહિતીથી જાણકારી મળે છે કે iPhone SE 4 (2025)ને માર્કેટમાં લોન્ચ કરી શકા છે. આ ફોનને iPhone 14ની જેમ લોન્ચ કરવામાં આવશે. ડિસ્પ્લેને લઇને, ટીપસ્ટર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમાં નોચ મળશે. એટલે કે આ ફોનમાં એપલ દ્વારા Dynamic Islandનો ઉપયોગ નહીં થાય. ઉપરાંત, ડિઝાઇન પણ iPhone 14 જેવી જ હોઈ શકે છે. SE 2 અને SE 3 મૉડલ્સની વાત કરીએ તો, તે ઘણા વપરાશકર્તાઓને પસંદ નથી આવ્યું. આ જ કારણ છે કે થોડા સમય પછી એપલને આ પ્રોડક્ટ્સ બંધ કરવી પડી હતી.

કંપની iPhone SE મોડલ પર કોઈ મોટી ઈવેન્ટ નહીં કરે. વીડિયો જાહેરાતની મદદથી જ નવી પ્રોડક્ટ રજૂ કરી શકાય છે. આ વખતે કંપનીનું સંપૂર્ણ ફોકસ એવા iPhone લાવવા પર રહેશે જેમાં ઓછી કિંમતમાં શ્રેષ્ઠ ફીચર્સ મળી શકે. ભારતમાં iPhone કરતા સસ્તા મોડલની માગ હંમેશાં રહે છે. જાહેર કરાયેલી માહિતી દર્શાવે છે કે તેનું વેચાણ લોન્ચ થયાના એક સપ્તાહ બાદ 28 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે.


શું ખાસ ફીચર્સ હોઈ શકે?

શું ખાસ ફીચર્સ હોઈ શકે?

6.1 ઇંચ OLED 460ppi Super Retina XDR Display

A18 ચિપ સાથે 8GB રેમ સપોર્ટ

એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટ અને એપલનું મોડેમ.

48MP મુખ્ય કેમેરા, 12MP ફ્રન્ટ કેમેરા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top