વિશ્વનું પ્રથમ એવું હિન્દુ મંદિર ..' જ્યાં જમીન મુસ્લિમની, આર્કિટેક્ટ ઇસાઇ, પ્રોજેક્ટ મેનેજર શિ

વિશ્વનું પ્રથમ એવું હિન્દુ મંદિર ..' જ્યાં જમીન મુસ્લિમની, આર્કિટેક્ટ ઇસાઇ, પ્રોજેક્ટ મેનેજર શિખ તો...!જાણો સર્વધર્મસમભાવની ભાવના શીખવતું મંદિર

02/15/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

વિશ્વનું પ્રથમ એવું હિન્દુ મંદિર ..' જ્યાં જમીન મુસ્લિમની, આર્કિટેક્ટ ઇસાઇ, પ્રોજેક્ટ મેનેજર શિ

Abu Dhabi Hindu Temple : 14 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદીએ UAEની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. BAPS સંસ્થાએ આ મંદિરનું નિર્માણ કર્યું છે. પીએમ મોદીએ આ વિશાળ મંદિરના ઉદ્ઘાટન બાદ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો આભાર માન્યો હતો. આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે. તેમાંથી 13.5 એકર જમીન મંદિર માટે છે. 13.5 એકરનો વિસ્તાર પાર્કિંગ માટે છે, જેમાં 14,000 કાર અને 50 બસો પાર્ક કરી શકાય છે.


આ મંદિર હિંદુ ધર્મનું છે પરંતુ દરેક ધર્મનું યોગદાન જોવા મળશે

આ મંદિર હિંદુ ધર્મનું છે પરંતુ દરેક ધર્મનું યોગદાન જોવા મળશે

UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતના પ્રથમ હિન્દુ મંદિરના દરવાજા હવે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ભવ્ય મંદિરને વાસ્તવિકતા બનાવવા બદલ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ઝાયેદ અલ નાહયાનનો આભાર માનતા કહ્યું હતું કે ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સાથે એમને 140 કરોડ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે.

700 કરોડના ખર્ચે બનેલા આ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને UAEમાં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભલે આ મંદિર હિન્દુ ધર્મનું છે, પરંતુ તેમાં દરેક ધર્મનું યોગદાન જોવા મળે છે - પછી તે મુસ્લિમ ધર્મ હોય, જૈન હોય કે બૌદ્ધ ધર્મ.


મુસ્લિમ રાજાએ જમીન આપી

મુસ્લિમ રાજાએ જમીન આપી

આ હિન્દુ મંદિર સર્વધર્મસમભાવની ભાવના શીખવી રહ્યું છે. કારણ કે એક મુસ્લિમ રાજાએ હિંદુ મંદિર માટે જમીન દાનમાં આપી. આ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ કેથોલિક ખ્રિસ્તી છે, પ્રોજેક્ટ મેનેજર શીખ છે, ફાઉન્ડેશનલ ડિઝાઇનર બૌદ્ધ છે, બાંધકામ કંપની પારસી જૂથ છે અને ડિરેક્ટર જૈન ધર્મના છે.

આ મંદિર અબુ ધાબી શહેરથી લગભગ પચાસ કિમી દૂર છે, જેની ઊંચાઈ 32.92 મીટર, લંબાઈ 79.86 મીટર અને પહોળાઈ 54.86 મીટર છે. મંદિરના બહારના ભાગમાં 96 ઘંટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને મંદિરમાં સાત શિખરો છે. મંદિરના બાંધકામમાં મોટાભાગે જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભારતથી મોકલવામાં આવ્યા છે.


સાત શિખરોમાં ભારતના સાત ભગવાનની મૂર્તિઓ

સાત શિખરોમાં ભારતના સાત ભગવાનની મૂર્તિઓ

મંદિરમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે. આ સાત શિખરો સંયુક્ત આરબ અમીરાતના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિરમાં રામાયણ અને મહાભારત સહિત ભારતની 15 વાર્તાઓ ઉપરાંત માયા, અઝટેક, ઇજિપ્ત, અરેબિક, યુરોપિયન, ચાઇનીઝ અને આફ્રિકન સભ્યતાઓની કથાઓ દર્શાવવામાં આવી છે. મંદિરમાં 'શાંતિનો ગુંબજ' અને 'સંવાદિતાનો ગુંબજ' પણ બનાવવામાં આવ્યો છે.

આ સાત શિખરોમાં ભગવાન રામ, ભગવાન શિવ, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓ છે. બીએપીએસ આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે સાત શિખરો સાત મહત્વપૂર્ણ દેવી-દેવતાઓને સમર્પિત છે. સામાન્ય રીતે આપણાં મંદિરોમાં એક શિખર કે ત્રણ કે પાંચ શિખરો હોય છે.

આ મંદિર 108 ફૂટ ઊંચું છે. યુ.એ.ઈ.ના રાષ્ટ્રીય પક્ષી ગરુડ ઉપરાંત હાથી, ઊંટ અને સિંહને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top