Surat poliuce No Drug campaign: ડ્રગ પેડલર હોટેલમાં લલનાની રાહ જોઈ રહ્યો હતો, પણ આવી ચડ્યું કોઈ

Surat poliuce No Drug campaign: ડ્રગ પેડલર હોટેલમાં લલનાની રાહ જોઈ રહ્યો હતો, પણ આવી ચડ્યું કોઈક બીજું જ, અને પછી....!

06/26/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat poliuce No Drug campaign: ડ્રગ પેડલર હોટેલમાં લલનાની રાહ જોઈ રહ્યો હતો, પણ આવી ચડ્યું કોઈ

Surat poliuce No Drug campaign : સુરત પોલીસે હમણાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગત રવિવારે બપોરે મુંબઈથી ડ્રગ્સ લઈને આવેલી મહિલા અને પુરુષને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની ધનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા તેઓએ મોં ખોલી નાંખ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે સહેજ પણ રાહ જોયા વિના ટીમો તૈયાર કરીને રાતભર શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને આ દંપતિ જેને ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું તેવા પાંચ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ સામે ગુના દાખલ કરી કુલ 35 લાખનું ડ્રગ્સ મળી 37.37 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.


રાબીયા અને સફીક પકડાયા, પછી...

રાબીયા અને સફીક પકડાયા, પછી...

ગત રવિવારે રાબીયા શેખ નામની મહિલા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પોતાની બેગમાં ભરી મુંબઇથી તેના મિત્ર સફીકખાન સાથે સુર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ બ્રાન્દ્રા- જોધપુર ટ્રેનમાં સુરતમાં ડિલીવરી કરવા આવનાર હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે સુરત રેલ્વે સ્ટેશનની બહાર વોચ ગોઠવી આરોપી રાબિયાબી અબ્દુલ રઝાક શેખ (ઉ.વ.૪૩, રહે. ગોવંડી મુંબઇ, મહારાષ્ટ્ર) અને સફીકખાન બાબુખાન પઠાણ (ઉ.વ.૪૦, રહે.જોનપુર ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી 25.23 લાખની કિમતનું ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ મળી કુલ 25.48 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓની પુછપરછ કરતા તેઓ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મુંબઇ ખાતેથી અજાણ્યા પાસેથી લાવ્યા હતા. અને સુરત ખાતે રહેતા મોહસીન શેખ તથા સરફરાજ ઉર્ફે સલમાન તથા ફૈસલનાને આપવા આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.


સરફરાજ હોટેલમાં લલનાની રાહ જોટો હતો, ત્યાં અચાનક...

બીજી તરફ આ આખા ઘટનાક્રમથી બેખબર સરફરાજ રંગરેલિયા નું પ્લાનિંગ કરીને બેઠો હતો. વોન્ટેડ આરોપી સરફરાજ ઉર્ફે સલમાનની તપાસ કરતા ક્રાઈમ બ્રાંચે તેને મધરાતે પાલ ગૌરવપથ પર સેવીયોન શોપીંગ પેરેડાઈઝ ખાતે આવેલી હોટલ કાસા મરીનામાં છુપાયો હતો. જ્યાંથી આરોપી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી યાકુબભાઇ પટેલ (ઉ.વ.૪૩, રહે. રામનગર રાંદેર રોડ, સુરત તથા મુળ જંબુસર, ભરૂચ) ને પકડી પાડ્યો હતો. સરફરાઝ લલનાના આવવાની રાહ જોતો હતો, ત્યાં ક્રાઈમબ્રાન્ચ વાળા આવી ચડતા સરફરાઝ બઘવાઈ ગયો હતો. તેની પાસેથી 2.87 લાખનું 28.790 ગ્રામ એમડી ડ્રગ્સ તથા ગાંજો મળી કુલ 3.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને પાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો.

નોંધનીય છે કે આરોપી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી સામે રાંદેર પોલીસમાં અગાઉ વર્ષ 2020 માં હત્યાના પ્રયાસનો અને વર્ષ 2022માં હત્યાનો ગુનો નોંધાયો છે. આ સિવાય પણ તેની સામે બીજા 6 ગુના દાખલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top