ઉમરેઠના BAPS મંદિરના હવાસી પૂજારીની ધરપકડ, મંદબુદ્વીની યુવતી સાથે દુષ્કર્મ કરીને બનાવી દીધેલી ગ

ઉમરેઠના BAPS મંદિરના હવાસી પૂજારીની ધરપકડ, મંદબુદ્વીની યુવતી સાથે દુષ્કર્મ કરીને બનાવી દીધેલી ગર્ભવતી, પછી..

11/12/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઉમરેઠના BAPS મંદિરના હવાસી પૂજારીની ધરપકડ, મંદબુદ્વીની યુવતી સાથે દુષ્કર્મ કરીને બનાવી દીધેલી ગ

ઉમરેઠના BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ સ્થાનિક યુવતી પર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવવાના કેસમાં પીડિતાનું નિવેદન લીધા બાદ આરોપી કાંતિ વાઘેલાની ઉમરેઠ પોલીસે ધરપકડ કરી છે. ઉમરેઠ પોલીસ આરોપીનું DNA ટેસ્ટ કરાશે. પીડિતા પર બળાત્કાર કરવાના કારણે પીડિતા સગર્ભા થઇ હતી. ૨ દિવસ અગાઉ જ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકના DNA સાથે આરોપીનું DNA મેચ કરવામાં આવશે.


બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું

બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું

આણંદ જિલ્લાના ઉમરેઠમાં રામ તળાવ પાસેથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની તપાસ દરમિયાન એક માનસિક દિવ્યાંગ યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ યુવતીના પિતાએ ઉમરેઠ BAPS મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગાવ્યો છે. BAPS મંદિરના પૂજારી પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, યુવતી અને તેના પરિવારજનો વર્ષોથી ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં કામકાજ કરતા હતા અને મંદિરનો પૂજારી રોજ બપોરે યુવતીને જમવાનું આપવા બોલાવતો હતો અને ધાબેથી ખાવાનું લઈ જવાની બૂમો પાડતો હતો. યુવતી જમવાનું લેવા જતી હતી. તે દરમિયાન મંદિરના પૂજારી કાંતિ વાઘેલા યુવતીની એકલતાનો લાભ લઇને રસોડામાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો.


મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ કરતો હતો

મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ કરતો હતો

ઉલ્લેખનીય છે કેહાલમાં જ ઉમરેઠના BAPS મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગ્યો હતો. BAPS મંદિરના પૂજારી પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાનો આરોપ લાગ્યો છે. પીડિતાના પરિવારજનોએ આ અંગેની ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, આ મંદિરનો પૂજારી અમારી મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ કરતો હતો. જેથી દીકરીને ગર્ભ રહી ગયો હતો.

પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી. મારી દીકરીને પૂજારીએ બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ૪:૦૦ વાગ્યે આંગણવાડી પાસે કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે તેનો ગર્ભપાત થઉ ગયો હતો. ત્યારબાદ તે બાળકને અમે બાજુમાં મૂક્યું અને દીકરીને અમે નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ ત્યાંથી અમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top