ATS અને NCBની મોટી કાર્યવાહી, પોરબંદરના દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ પકડાયું

ATS અને NCBની મોટી કાર્યવાહી, પોરબંદરના દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ પકડાયું

11/15/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ATS અને NCBની મોટી કાર્યવાહી, પોરબંદરના દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ પકડાયું

Drugs: ગુજરાત પાસે 1640 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુ આવેલા છે, સાથે જ પાકિસ્તાની દરિયાઇ સીમા નજીક છે. પાકિસ્તાન અને ઇરાન ડ્રગ્સની હેરાફેરી કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની મુખ્ય ભૂમિકા છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ આવ-જા માટે કરવામાં આવે છે. ગુજરાતના ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધી ગયું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથથી ઘણી વખત ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.


500 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

500 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના દરિયા કાંઠેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. મીડિયો રિપોર્ટ મુજબ, ટૂંક સમયમાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવશે. પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સીએ પકડી પાડ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી.  ગુજરાતના દરિયાકાંઠેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે મોટી માત્રામાં ડ્રગ્સ પકડ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top