ત્રણ દિવસની રજા બાદ આજે શેર બજાર ખુલતાની સાથે જ ફૂલ તેજીમાં..' સેન્સેક્સ-નિફ્ટીએ માર્યો જોરદાર

ત્રણ દિવસની રજા બાદ આજે શેર બજાર ખુલતાની સાથે જ ફૂલ તેજીમાં..' સેન્સેક્સ-નિફ્ટીએ માર્યો જોરદાર કૂદકો, નિફ્ટી પ્રથમ વાર..

06/18/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ત્રણ દિવસની રજા બાદ આજે  શેર બજાર ખુલતાની સાથે જ ફૂલ તેજીમાં..' સેન્સેક્સ-નિફ્ટીએ માર્યો જોરદાર

ત્રણ દિવસની રજા બાદ આજે મંગળવારે શેરબજાર મજબૂત ઉછાળા સાથે ખુલ્યું હતું અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે.જૂન મહિનાનું આ બિઝનેસ અઠવાડિયુ નાનું છે., કારણ કે સોમવારે બકરી ઈદને કારણે શેર માર્કેટ બંધ રહ્યું હતું. એવામાં આજે એટલે કે 18 જૂને બજાર તેજી સાથે ખૂલ્યું હતું અને ખુલતાની સાથે જ સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું.


રોકાણકારોએ ભારે નફો કર્યો

રોકાણકારોએ ભારે નફો કર્યો

બજારની સારી શરૂઆતને કારણે આજે માર્કેટ ખૂલતાની સાથે ક રોકાણકારોએ ભારે નફો કર્યો છે. આજે મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં તેજી જોવા મળી હતી અને રોકાણકારોએ પ્રથમ 10 મિનિટમાં લગભગ રૂ. 2.5 લાખ કરોડનો નફો કર્યો છે.


NSEનો નિફ્ટી 50 શરૂઆતના વેપારમાં

NSEનો નિફ્ટી 50 શરૂઆતના વેપારમાં

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ એટલે કે NSEનો નિફ્ટી 50 શરૂઆતના વેપારમાં 105.20 પોઈન્ટના વધારા સાથે 23,570.80 પર ખુલ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 242.53 પોઈન્ટના વધારા સાથે 77,235.31 પર ખુલ્યો હતો.શેર માર્કેટમાં જોરદાર તેજીને કારણે આજે સ્મોલ અને મિડકેપ સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ 1% ની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top