દિલ્હીની આબકારી નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનું નુકસાન, CAG રિપોર્ટમાં થયા અનેક ખુલાસા

દિલ્હીની આબકારી નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનું નુકસાન, CAG રિપોર્ટમાં થયા અનેક ખુલાસા

02/25/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીની આબકારી નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનું નુકસાન, CAG રિપોર્ટમાં થયા અનેક ખુલાસા

આજે દિલ્હી વિધાનસભાના સત્રનો બીજો દિવસ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો. જેમાં આબકારી નીતિને લઈને ઘણા ખુલાસા થયા છે.


CAGનો આ ઓડિટ રિપોર્ટ

CAGનો આ ઓડિટ રિપોર્ટ
  • આબકારીનીતીને લઈને CAGનો આ ઓડિટ રિપોર્ટ 2017-18 થી 2020-21 સુધીની 4 અવધિની છે. વિધાનસભામાં રેજુ કરવામાં આવેલા આ રિપોર્ટથી માહિતી મળે છે દિલ્હીની આબકારી નીતિ બદલવાથી 2000 કરોડ રૂપિયા કરતા વધુનું નુકસાન થયું છે.
  • ઝોનલ લાઇસન્સમાં છૂટ આપવાને કારણે 940 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
  • રીટેન્ડર પ્રક્રિયાને કારણે, 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
  • કેટલાક ખુદરા રિટેલર્સે પોલિસી ખતમ થવા સુધી લાઈસન્સનો ઉપયોગ કરતા રહ્યા.
  • કોરોનાના પ્રતિબંધોને કારણે 28 ડિસેમ્બર 2021 થી 27 જાન્યુઆરી 2022 સુધી દારૂના વેપારીઓને લાઇસન્સ ફીમાં 144 કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી.
  • સિક્યુરિટી ડિપોઝિટ સારી રીતે એકત્ર ન કરવાને કારણે 27 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
  • મેન્યુફેક્ચરિંગ અને રીટેલમાં રસ ધરાવનારા કારોબારીઓને હોલસેલનું લાઈસન્સ આપવામાં આવ્યું.
  • તેનાથી આખી લિક્વાયર સપ્લાઈ ચેનમાં એક પ્રકારે લોકોને ફાયદો થયો. હોલસેલ માર્જિન 5 ટકાથી વધીને 12 ટકા થયું.
  • દારૂનું ઝોન ચલાવવા માટે 100 કરોડ રૂપિયાની જરૂર હતી, પરંતુ સરકારે કોઈ તપાસ ન કરી.
  • આમ આદમી પાર્ટી સરકારે પોતાની એક્સપર્ટ સમિતિની સલાહને નજરઅંદાજ કરી અને નીતિમાં મનસ્વી રીતે બદલાવ કર્યો.
  • રીપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પહેલા એક વ્યક્તિને માત્ર ૨ દુકાનો રાખવાની મંજૂરી હતી, પરંતુ નવી પોલીસીમાં લીમીટ વધારીને ૫૪ કરી દેવામાં આવી.
  • પહેલા સરકારની 377 દુકાનો હતી, પરંતુ નવી આબકારીનીતીમાં ૮૪૯ન દારૂના વિક્રેતા બનાવી દેવામાં આવ્યા, જેમાં માત્ર ૨૨ ખાનગી સંસ્થાઓને લાઈસન્સ મળ્યા. તેનાથી મોનોપોલીને પ્રોત્સાહન મળ્યું.
  • CAGના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2010માં દિલ્હી કેબિનેટે નિર્ણય લીધો હતો કે દારૂની તસ્કરી રોકવા માટે દિલ્હીમાં વેચાતી દારૂની દરેક બોટલને બારકોડેડ કરવામાં આવશે. પરંતુ એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે એક અમલીકરણ એજન્સી (IA) આ કામ એક્સાઇઝ સપ્લાય ચેઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ કરશે.
  • CAGના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જે સમજૂતી થઈ હતી તે અંતર્ગત TCSને દરેક બોટલ માટે 15 પૈસા મળવાના હતા. પરંતુ નિયમ મુજબ દારૂની દુકાન પર વેચાતી દરેક બોટલનો બારકોડ સ્કેન કરવાનો હતો. જોકે, માર્ચ 2021 સુધી કુલ 482.62 કરોડ બારકોડ વેચાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 346.09 કરોડ જ સ્કેન થયા હતા. એટલે કે બાકીના 136.53 કરોડ રૂપિયા સ્કેનિંગ વગર વેચાઇ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકારની નવી દારૂની નીતિમાં પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ છે. આનો ફાયદો દારૂ માફિયાઓને થયો. તેમણે બજારમાં એકાધિકાર બનાવ્યો. જેના કારણે સરકારને હજારો કરોડનું નુકસાન થયું હતું અને સામાન્ય જનતા માટે દારૂના ભાવમાં છેડછાડ કરવામાં આવી હતી.
  • 17 નવેમ્બર 2021ના રોજ દિલ્હી સરકારે નવી લિકર પોલિસી 2021-22 લાગૂ કરી હતી. આ અંતર્ગત દિલ્હીની તમામ દારૂની દુકાનોને ખાનગી બનાવી દેવામાં આવી હતી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top