કમાણીમાં આજે અદાણીએ એલન મસ્કને પણ છોડ્યા પાછળ, 24 કલાકમાં કમાયા આટલી રૂપિયા

કમાણીમાં આજે અદાણીએ એલન મસ્કને પણ છોડ્યા પાછળ, 24 કલાકમાં કમાયા આટલી રૂપિયા

12/06/2023 Business

SidhiKhabar

SidhiKhabar

કમાણીમાં આજે અદાણીએ એલન મસ્કને પણ છોડ્યા પાછળ, 24 કલાકમાં કમાયા આટલી રૂપિયા

અબજપતિ ગૌતમ (Gutam Adani) અદાણી માટે છેલ્લા કેટલાક વર્ષ શાનદાર રહ્યા છે અને તેમની સંપત્તિમાં રોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તો દુનિયાના તમામ અમીરોની લિસ્ટમાં અદાણી સૌથી વધુ કમાણી કરનારા વ્યક્તિ બનીને ઉભર્યા છે. અદાણી ગ્રૃપના ચેરમેનનું નેટવર્થ (Gautam Adani Networth) એક જ દિવસમાં 12.3 અબજ ડૉલર કે લગભગ 1,91,62,33,50,000 રૂપિયાનો વધારો થયો છે. તેની સાથે જ અદાણી એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાની બાબતે નંબર-1 અબજપતિ બની ગયા છે.


અહી પહોંચ્યું અદાણીનું નેટવર્થ:

બ્લૂમબર્ગ બલેનિયર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) મુજબ, જ્યાં સોમવારે ગૌતમ અદાણીએ એક દિવસમાં લગભગ 4 અબજ ડૉલર કરતા વધુની કમાણી કરી હતી, તો મંગળવારે જ તેમણે શાનદાર 12.3 અબજ ડૉલરની કમાણી કરી. એક દિવસમાં કમાણી કરવાનો આ આંકડો એલન મસ્કથી લઈને બર્નાર્ડ અર્નાલ્ડ (Bernard Arnault) સુધી ટોપ-4 બિલેનિયર્સની કમાણીથી ઘણો બધો છે. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક ((Elon Musk)ની સંપત્તિ 2.25 અબજ ડૉલર, જેફ બેજોસ (Jeff Bezos)નું નેટવર્થ 1.94 અબજ ડૉલર અને બર્નાર્ડ અર્નાલ્ડની સંપત્તિ 2.16 અબજ ડૉલર વધી છે.


અમીરોની લિસ્ટમાં હવે 16માં નંબર પર

સંપત્તિમાં થયેલા આ જોરદાર નફા બાદ દુનિયાના ટોપ અબજાપતિઓની લિસ્ટમાં ગૌતમ અદાણીનું કદ હજુ વધી ગયું છે. ગત કારોબારી દિવસમાં તેમણે અમીરોની લિસ્ટમાં 4 અંકની છલાંગ લગાવી હતી અને 20માં નંબરથી સીધા 16માં નંબર પર પહોંચી ગયા. તેમની સંપત્તિ વધીને હવે 82.5 અબજ ડૉલર થઈ ગઈ છે અને આ વધારાના કારણે હવે અદાણી ગ્રુપના ચેરમેન દુનિયાના 16માં સૌથી અમિત વ્યક્તિ બની ગયા છે.


અદાણી ગેસના શેર 18 ટકા ભાગ્યા:

Gautam Adaniના નેટવર્થમાં આ જોરદાર ઉછાળો તેમની કંપનીઓના શેરોમાં ચાલી રહેલી તેજીના કારણે જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસોથી અદાણી ગ્રુપની શેર બજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના સ્ટોક રોકેટ ગતિએ ભાગી રહ્યા છે. બુધવારે પણ તેમાં તેજીનો સિલસિલો ચાલી રહ્યો છે. બપોરે 02:10 વાગ્યા સુધી અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)ના શેર 18.66 ટકા અને અદાણી ગ્રીન એનર્જી (Adani Greeen Energy)ના શેર 14.1 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. એ સિવાય અદાણી પોર્ટ (Adani Port), અદાણી પાવર (Adani Power), અદાણી વિલ્મર (Adani Wilmar)માં પણ તેજી જોવા મળી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top