HDFC Bankના ગ્રાહકો માટે જરૂરી સમાચાર, આ તારીખે 180 મિનિટ સુધી UPI સહિત બેન્કિંગ સેવાઓ નહીં મળે

HDFC Bankના ગ્રાહકો માટે જરૂરી સમાચાર, આ તારીખે 180 મિનિટ સુધી UPI સહિત બેન્કિંગ સેવાઓ નહીં મળે

08/09/2024 Business

SidhiKhabar

SidhiKhabar

HDFC Bankના ગ્રાહકો માટે જરૂરી સમાચાર, આ તારીખે 180 મિનિટ સુધી UPI સહિત બેન્કિંગ સેવાઓ નહીં મળે

જો તમે ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકના ગ્રાહક છો, તો તમારા માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. તમારા બેંકિંગ અનુભવને સારા બનાવવા માટે HDFC બેંક 10 ઑગસ્ટ, 2024ના રોજ IST 02:30 AM થી 05:30 AM IST (એટલે ​​​​કે સવારે 2:30 વાગ્યા થી સવારે 5:30 વાગ્યા સુધી) સુધી જરૂરી સિસ્ટમ મેન્ટેનેન્સ કરશે. બેંકે ગ્રાહકોને સાવધાન કરતા કહ્યું કે આ 180 મિનિટ દરમિયાન UPI ટ્રાન્ઝેક્શન સહિત ઘણી બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. એવામાં, જો તમારી પાસે 10 ઑગસ્ટના નિર્ધારિત સમય દરમિયાન બેન્કિંગ સંબંધિત કોઇ કામ હોય, તો તેને પહેલા પતાવી લેવું.


આ સેવાઓ નહીં રહે ઉપલબ્ધ

આ સેવાઓ નહીં રહે ઉપલબ્ધ

બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 10 ઑગસ્ટના રોજ ઉપરોક્ત સમય દરમિયાન HDFC બેંકના ચાલુ અને બચત ખાતા (CASA) ધારકો માટે નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો ઉપલબ્ધ રહેશે નહીં. સાથે જ, HDFC બેંક ખાતા સાથે લિંક થયેલ HDFC બેંક મોબાઇલ બેન્કિંગ એપ, GPay, WhatsApp Pay, Paytm, શ્રીરામ ફાઇનાન્સ અને MobiKwik પર નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો ઉપલબ્ધ રહેશે નહીં. HDFC બેંકનું કહેવું છે કે અમે તમારી સમજદારી અને સહયોગના વખાણ કરીએ છીએ, કેમ કે અમે પોતાની સેવાઓની દક્ષતામાં સુધાર કરવા માટે કામ કરી રહ્યા છીએ.


બેન્કે વ્યાજદરમાં વધારો કર્યો

બેન્કે વ્યાજદરમાં વધારો કર્યો

HDFC બેન્કે લોન પર લાગતા દરો મોંઘા કર્યા છે. ખાનગી બેંકોએ લોનના દરમાં 5 બેઝિક પોઇન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. ભારતીય રિઝર્વ બેંક પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી કે તે 8 ઑગસ્ટે રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરશે, પરંતુ તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. કમિટીએ રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યો છે. અગાઉ HDFC બેન્કે 1 ઑગસ્ટથી ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા હતા. હવે યુટિલિટી ટ્રાન્ઝેક્શન અને એજ્યુકેશન પેમેન્ટના નિયમોમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા છે. હવે યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર દર મહિને માત્ર 2000 રિવોર્ડ પોઇન્ટ્સ મળશે. એજ્યુકેશન પેમેન્ટ્સ પર રિવોર્ડ પોઇન્ટ નહીં મળે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top