ઈન્ટરનેટની આ દૂનિયામાં હેલ્થની અધુરી અને ભ્રામક માહિતી પર ભરોસો કરસો તો ગયા સમજો..' ખોટી માહિતીઓથી બચવા આ રીત અપનાવો
લાઈફસ્ટાઈલની ખરાબ અદતને કારણે આજે એવી- એવી બીમારીઓ થઈ રહી છે જેને મટાડવા માટે ઘણા રૂપિયાનો ખર્ચ થાય છે. અનેક લોકો કેટલીક બીમારીઓથી બચવા કે તેના ઉપાય માટે ઓનલાઈન ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીઓ અને ટ્રિક અપનાવતા હોય છે. પરંતુ ઈન્ટરનેટની આ દૂનિયામાં હેલ્થ રીલેટેડ અનેક ભ્રામક અને અધુરી વિગતો ઉપલબ્ધ છે.જેનુ અનુકરણ કરવાથી તમને ફાયદો થવાની જગ્યાએ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબીત થઈ શકે છે.
ડિજિટલ ક્રાંતિને કારણે આરોગ્ય સંબંધિત માહિતી સળતાથી ઓનલાઈન મળી રહે છે. પરંતુ આનાથી સૂચનાઓનું પ્રમાણ વધી જવાથી કેટલાક પડકાર પણ ઉભા થયા છે. વધારે માત્રામાં હેલ્થ રીલેટેડ કન્ટેન્ટ મળવાથી લોકો માટે કેટલીકવાર નિર્ધારિત કરવું મુશ્કેલ છે કે કઈ ઈન્ફોર્મેશન સટીક અને સાચી છે. માહિતીનો ઓવરફ્લો મૂંઝવણ ઉભી કરી શકે છે. આવી મુંઝવણની સ્થિતિ લોકોને હેલ્થ સંબંધીત નિર્ણયો લેતા અટકાવી શકે છે.
હેલ્થની ખોટી માહિતીનું પાલન કરવાથી તે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબીત થઈ શકે છે. ખાસ કરીને YouTube જેવા પ્લેટફોર્મ પર સ્વાસ્થ્ય સંબંધીત કેટલાય વીડિયો ઉપલબ્ધ છે. પરંતુ YouTube પરની તમામ સામગ્રી પર વિશ્વાસ કરી શકાય નહીં. આમાં ઘણાય કિસ્સામાં વૈજ્ઞાનિક સમર્થન વિના સ્વાસ્થ્ય સલાહ આપતા વીડિયો જોવા મળે છે. અનેક YouTube વીડિયોમાં કોઈ તાર્કિક અથવા વૈજ્ઞાનિક આધાર વગરના પાયાવિહોણા ઉકેલોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેનુ પાલન કરવાથી તમારા હેલ્થને ભારે નુકસાન થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp