ભારતની આગેવાની હેઠળના એલાયન્સ સહિત 65 ઇન્ટરનેશનલ સંગઠનોથી અલગ થયું અમેરિકા

ભારતની આગેવાની હેઠળના એલાયન્સ સહિત 65 ઇન્ટરનેશનલ સંગઠનોથી અલગ થયું અમેરિકા

01/08/2026 World

SidhiKhabar

SidhiKhabar

ભારતની આગેવાની હેઠળના એલાયન્સ સહિત 65 ઇન્ટરનેશનલ સંગઠનોથી અલગ થયું અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા, જેમાં અમેરિકાને એવા આંતરરાષ્ટ્રીય સંગઠનો, કરારો અને સંધિઓમાંથી બહાર નિકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જે અમેરિકના હિતોની વિરુદ્ધ છે. ટ્રમ્પ વહીવટીતંત્રની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને આગળ ધપાવતા ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત અને ફ્રાન્સના નેતૃત્વવાળા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) સહિત 66 વૈશ્વિક સંગઠનોમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે આ સંગઠનોને અમેરિકાના સાર્વભૌમત્વ અને આર્થિક હિતોની વિરુદ્ધ ગણાવ્યા છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડા નિવેદનમાં કરવામાં આવેલી જાહેરાતમાં 35 બિન-UN સંગઠનો અને 31 UN સંસ્થાઓમાંથી ખસી જવાનો ઉલ્લેખ છે. બિન-યુએન સંગઠનોમાં ભારત અને ફ્રાન્સના નેતૃત્વ હેઠળના ‘ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’, ‘ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)’ અને ‘ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ’ જેવા મુખ્ય પર્યાવરણીય સંગઠનોનો સમાવેશ થાય છે.


અમલદારોને સબસિડી આપવાનું બંધ

અમલદારોને સબસિડી આપવાનું બંધ

અમેરિકા સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘આજે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા, 66 અમેરિકાવિરોધી આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી ખસી રહ્યું છે. આ સિવાય અન્ય સંગઠનોની સમીક્ષા હજુ પણ ચાલુ છે.’ આ પગલું રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકનોને આપેલા એક મહત્ત્વપૂર્ણ વચનને પૂર્ણ કરે છે: અમે અમારા હિતોની વિરુદ્ધ કામ કરતા વૈશ્વિકવાદી અમલદારોને સબસિડી આપવાનું બંધ કરીશું.  ટ્રમ્પ વહીવટ હંમેશા અમેરિકા અને અમેરિકનોને પ્રથમ રાખશે.

અમેરિકા જે મુખ્ય UN સંગઠનોમાંથી ખસી ગયું છે તેમાં ‘ડિપાર્ટમેંટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ’, ‘ઇન્ટરનેશનલ લૉ કમિશન’, ‘ઈંટરનેશનલ ટ્રેસ સેન્ટર’, ‘પીસ બિલ્ડિંગ કમિશન’, ‘UN એનર્જી એન્ડ  UN પોપ્યુલેંશન’ તેમજ ‘UN વોટર’નો સમાવેશ થાય છે.


અમેરિકાએ આ નિર્ણય શા માટે લીધો?

અમેરિકાએ આ નિર્ણય શા માટે લીધો?

એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું છે કે ટ્રમ્પે તમામ એક્ઝિક્યુટિવ વિભાગો અને એજન્સીઓને આદેશ આપ્યો છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે મેમોરેન્ડમમાં ઉલ્લેખિત સંગઠનોમાંથી અમેરિકાને પાછું ખેંચી લેવા માટે તાત્કાલિક પગલાં લે. UN સંસ્થાઓ માટે, ખસી જવાનો અર્થ થશે કે કાયદા હેઠળ જેટલી મંજૂરી હોય, એટલી હદ સુધી તે સંગઠનોમાં ભાગીદારી લેવાનું અથવા તેમને ભંડોળ આપવાનું બંધ કરવાનો છે.

તેમાં જણાવાયું છે કે ટ્રમ્પનો નિર્ણય રાજ્ય સચિવના અહેવાલ પર વિચાર કર્યા બાદ અને તેમના મંત્રીમંડળ સાથે તેની ચર્ચા કર્યા પછી આવ્યો છે, જેમાં તેમણે નક્કી કર્યું હતું કે આ સંગઠનોમાં ભાગીદારી અથવા તેમને ટેકો આપવો એ અમેરિકાના હિતોની વિરુદ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top