ઇરાન-ઇઝરાયેલ યુદ્વની અસર દેખાઇ, શેર બજારમાં કડાકો, સેન્સેક્સમાં મોટો ઘટાડો
ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે ઈઝરાયેલ પર કરાયેલા મિસાઈલ હુમલા બાદ ભારતીય શેરબજાર પાસે પણ આવી જ પ્રતિક્રિયા અપેક્ષા હતી. ગુરુવારની રજા બાદ બજાર ખુલ્યું ત્યારે પણ આવી જ પ્રતિક્રિયા જોવા મળી હતી. 2 ઓક્ટોબરે ગાંધી જન્મજયંતિના અવસર પર બુધવારે શેરબજાર બંધ રહ્યા હતા. તેથી ગુરુવારે બજાર ખુલ્યા બાજ સેન્સેક્સ અને નિફ્ટી બંનેની પ્રતિક્રિયા જોવા મળી છે.
3 ઑક્ટોબરે, BSE સેન્સેક્સ લગભગ 1 ટકાના કડાકા સાથે 83,002.09 પૉઇન્ટ પર ખુલ્યો હતો, ત્યારબાદ તરત જ ઘટાડો લગભગ 850 પૉઇન્ટ્સ પર આવી ગયો હતો. જો કે, 9.30 સુધીમાં બજારે રિકવરી શરૂ કરી અને સેન્સેક્સનો ઘટાડો માત્ર 550 પોઈન્ટની આસપાસ જ રહ્યો. જ્યારે અગાઉ પ્રી-ઓપન માર્કેટમાં સેન્સેક્સ 1,264.2 પોઈન્ટ્સ તૂટ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 345.3 પોઈન્ટના ઘટાડા સાથે 25,452.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે, બજારમાં ટૂંક સમયમાં રિકવરી દેખાવા લાગી અને ઘટાડો માત્ર 200 પોઈન્ટ જ રહ્યો. પ્રી-ઓપન માર્કેટમાં નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp