શું ઇઝરાયેલના PM નેતન્યાહૂ અને ભૂતપૂર્વ રક્ષા મંત્રી યોવ ગેલેન્ટની ધરપકડ કરવામાં આવશે? ICCએ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું
Israel Hamas war: ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ICCએ ગુરુવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu), ભૂતપૂર્વ રક્ષા મંત્રી યોવ ગેલેન્ટ અને હમાસના અધિકારીઓ સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. તેમાં તેમના પર ગાઝામાં યુદ્ધ અને ઓક્ટોબર 2023ના હુમલાને લઈને યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધ અપરાધોનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઑક્ટોબર 2023માં ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ પેલેસ્ટિયન પ્રદેશો પર ઇઝરાયેલનો હુમલો શરૂ થયો હતો. આ સંઘર્ષમાં હમાસના અનેક અધિકારીઓ માર્યા ગયા હતા.
ICCના આ નિર્ણયથી નેતન્યાહૂ અને અન્યો આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ શંકાસ્પદ બની ગયા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના આ પગલાંથી 13 મહિનાથી ચાલેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને વાટાઘાટોના પ્રયાસો જટિલ થવાની અપેક્ષા છે. જો કે, તેની વ્યવહારિક અસરો મર્યાદિત હોઈ શકે છે કારણ કે ઈઝરાયેલ અને તેનો મુખ્ય સાથી અમેરિકા ICCના સભ્યો નથી.
નેતન્યાહૂ અને અન્ય ઇઝરાયેલી નેતાઓએ ICC ચીફ પ્રોસિક્યૂટર કરીમ ખાનની વોરંટના અનુરોધ માટે નિંદા કરી છે, તેમને અત્યાચારી અને વિરોધી ગણાવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ નિંદા કરી હતી અને હમાસ સામે પોતાનો બચાવ કરવાના ઇઝરાયેલના અધિકારને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 13 મહિનાથી ચાલતા યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક 44,000ને પાર થઈ ગયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp