અદાણીને લઈને રાહુલ ગાંધીની તમામ વાતો આ 5 કારણોથી કોઈને ગળે ઉતરતી નથી

અદાણીને લઈને રાહુલ ગાંધીની તમામ વાતો આ 5 કારણોથી કોઈને ગળે ઉતરતી નથી

11/22/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અદાણીને લઈને રાહુલ ગાંધીની તમામ વાતો આ 5 કારણોથી કોઈને ગળે ઉતરતી નથી

રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન મળેલા છે. તેમણે અમેરિકામાં લાંચના આરોપ બાદ ઉદ્યોગપતિની ધરપકડની માગ કરી. તેમણે કહ્યું કે  2000 કરોડ રૂપિયાના કૌભાંડ અને અન્ય ઘણા કેસો છતા તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે કેમ કે તેમને વડાપ્રધાન દ્વારા સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે રાહુલ ગાંધી જે પ્રકારે હુમલા કરી રહ્યા છે, તે સામાન્ય લોકોને સમજાતા કેમ નથી? ચાલો તેની પાછળના 5 કારણો બાબતે જાણીએ.


કોંગ્રેસની જ્યાં સરકાર છે એવા રાજ્યોમાં અદાણીનું રોકાણ

વાસ્તવમાં રાહુલ ગાંધી એક તરફ અદાણી અને મોદી વચ્ચે સાંઠ-ગાંઠ હોવાનો આરોપ લગાવે છે. બીજી તરફ તેમના જ લોકો અદાણીનો જય જયકરો કરે છે. રાહુલ ગાંધી કહે છે કે અદાણીએ મોદી સરકારને હાઈજેક કરી લીધી છે, પરંતુ જ્યારે સામાન્ય લોકો જુએ છે તો કોંગ્રેસના મુખ્યમંત્રી પોતે અદાણીનું સ્વાગત કરે છે અને પોતાના રાજ્યમાં રોકાણ કરવા માટે ઇચ્છુક રહે છે તો જનતાને આ વિરોધાભાસ પસંદ આવતો નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી રહેતા અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી રહેતા ભુપેશ બઘેલે અને કર્ણાટકની કોંગ્રેસ સરકારોએ અદાણી પાસે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. હાલમાં જ બનેલી તેલંગાના સરકારે પણ હજારો કરોડનું રોકાણ કરાવવાની પ્લાનિંગ કરી છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે અદાણી પાસેથી 100 કરોડનું ડૉનેશન પણ લીધું છે.


જે રાજ્યોમાં લાંચ આપવાનો આરોપ છે તેમાં ભાજપનું એક પણ નથી

જે રાજ્યોમાં લાંચ આપવાનો આરોપ છે તેમાં ભાજપનું એક પણ નથી

અદાણી પર આરોપ છે કે તેણે એક અમેરિકન ફર્મ એજ્યોર પાવર સાથે મળીને જુલાઈ 2021 અને 2022 વચ્ચે ઓરિસ્સા (BJD શાસિત), તામિલનાડુ (DMK)  છત્તીસગઢ (કોંગ્રેસ) અને આંધ્ર પ્રદેશ (YSRCP)માં વિતરણ કંપનીઓને લગભગ 26 કરોડ રૂપિયાની ચૂકવણી કરી. હવે આ એવા રાજ્યો છે જ્યાં ભાજપ એ સમયે સત્તામાં નહોતી. તેમાં કોંગ્રેસ કે પછી તેની સહયોગી પાર્ટીઓની સત્તા હતી. તેને લઈને ભાજપના IT સેલના પ્રમખ અમિત માલવીયએ કોંગ્રેસને ઘેરાતા કહ્યું કે અહીં જે રાજ્યોની વાત કરવામાં આવી છે, તેમાં એ સમયે કોંગ્રેસ કે તેના સહયોગીઓ દ્વારા શાસિત હતા એટલે કોંગ્રેસે ઉપદેશ આપવાનો બંધ કરવો જોઈએ અને તેના સહયોગીને મળેલી લાંચની જાણકારી અપાવી જોઈએ.


વિપક્ષી પાર્ટીઓમાં અદાણીને લઈને રાહુલ ગાંધી જેવી રુચિ નથી

ગૌતમ અદાણી પર હુમલો કરવા માટે રાહુલ ગાંધી એકલા પડી ચૂક્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમનો સાથ આપવા માટે કોંગ્રેસમાં પણ ગણ્યા-ગાઠ્યા લોકો જ બચ્યા છે. કેટલીક વખત તો એવું પણ બન્યું છે કે અદાણીનું નામ લેતા જ રાહુલ ગાંધીને નેતાઓની નારાજગીનો સામનો પણ કરવો પાડ્યો છે. લોકસભાની ચૂંટણી અગાઉ ઇન્ડિયા ગઠબંધનના શરૂઆતી દિવસોમાં એક બેઠકમાં રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાઓની મંજૂરી વિના પ્રેસ કોન્ફરન્સમાં અદાણીનો મુદ્દો ઉઠાવી દીધો હતો. એ વાતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીએ આપત્તિ દર્શાવી હતી. તેના વિરોધ સ્વરૂપે તેઓ અગામી બેઠકમાં ભાગ લેવા આવ્યા પણ નહોતા. આ અગાઉ જોર્જ સોરોસની સંસ્થા હિંડનબર્ગ એવા કામ કરતી રહી છે. સોરોસ ખુલીને સ્વીકારે છે કે તેમનું કામ બીજા દેશોમાં માર્કેટને ઘટાડવાનું રહ્યું છે. તેઓ અમેરિકા અને બ્રિટનમાં ઘણી વખત આ કામ કરી ચૂક્યા છે. હિંડનબર્ગના કારણે કરોડો ભારતીય રોકાણકારો કારોનું નુકસાન થઇ ચૂક્યું છે. શરદ પવારે અમેરિકન સંસ્થા હિંડનબર્ગના રિપોર્ટને લઈને અદાણીના મામલે JPCની માગ ફગાવી દીધી હતી. કદાચ આજ કારણ છે કે કોંગ્રેસ અદાણીનો અત્યાર સુધી લાભ ઉઠાવી શકી નથી.


રાહુલ ગાંધી, અત્યાર સુધી અદાણી અને મોદી વચ્ચે એવો સંબંધ બતાવી શક્યા નથી જેવો કથિત રૂપે ગાંધી પરિવાર અને ક્વાત્રોચી વચ્ચે હતો

રાહુલ ગાંધી, અત્યાર સુધી અદાણી અને મોદી વચ્ચે એવો સંબંધ બતાવી શક્યા નથી જેવો કથિત રૂપે ગાંધી પરિવાર અને ક્વાત્રોચી વચ્ચે હતો

રાહુલ ગાંધીના પિતા સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીની રાજનીતિને ખતમ કરવામાં સૌથી મોટી ભૂમિકા બોફોર્સ કૌભંડની રહી છે. આ ડીલમાં દલાલી ખાનારાઓમાં એક નામ ક્વાત્રોચીનું પણ હતો. 1974ની આસપાસ મોલિનારી નામના એક ઇટાલિયન વ્યક્તિએ ક્વાત્રોચીને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મળાવ્યા હતા. ત્યારબાદ ક્વાત્રોચી ફેમિલી, રાજીવ અને સોનિયા ગાંધીને મળવા લાગી હતી. બંને પક્ષોના સંતાનો મોટા ભાગે એક-બીજાને મળવા આવતા હતા. એ સમયે રાજીવ ગાંધી ઇન્ડિયન એરલાઈનમાં પાયલટ હતા. રાજીવના મંત્રીમંડળમાં સામેલ નાણામંત્રી વીપી સિંહે કહ્યું હતું કે ક્વાત્રોચીએ ઘણી વખત તેમની પાસે મળવાનો સમય માગ્યો હતો, પરંતુ તેમને સમય ન આપ્યો. ત્યારબાદ રાજીવ ગાંધીએ તેમને ક્વાત્રોચી સાથે મળવા કહ્યું હતું. આ ડીલમાં સરકારી કર્મચારીઓ, રાજનેતાઓ અને ક્વાત્રોચી વચ્ચે સંબંધ ખૂબ સ્પષ્ટ રૂપે સામે આવ્યા હતા, રાહુલ ગાંધી કે કોંગ્રેસ અદાણી અને મોદી વચ્ચેના આ રીતેના સંબંધ જનતા સામે લાવવામાં નિષ્ફળ રહ્યા છે


અન્ય ઉદ્યોગપતિ પર પણ આરોપ લગાવતા રહ્યા છે

રાહુલ ગાંધી માત્ર અદાણીને જ નિશાનો બનાવતા નથી. તેઓ દેશના અન્ય ઉદ્યોગપતિઓ પર પણ આરોપ લગાવવાનું કામ કરતાં રહ્યા છે. રાફેલ વિમાનની ડીલ પર તેઓ અનિલ અંબાની પાછળ પડી ગયા હતા અને અહીં સુધી કહેતા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય જનતાના પૈસા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા છે. આજ રીતે ખેડૂત અંદોલનના સમયે 3 નવા કૃષિ કાયદા બનાવવા પાછળ ગૌતમ અદાણી સાથે મુકેશ અંબાણીનું નામ લેવા લાગ્યા હતા. રાહુલ ગાંધી આરોપ લગાવતા હતા કે આ કૃષિ કાયદાઓના માધ્યમથી ખેડૂતોની જમીન છીનવીને અદાણી અંબાણીને આપવાની પ્લાનિંગ કરી રાખી છે. જો કે, રાહુલ ગાંધીએ રાફેલ ડીલના મુદ્દે માફી માગવી પડી હતી. અને જ્યારે જ્યારે રાહુલ ગાંધી અદાણીને લઈને ભાજપ અને વડાપ્રધાન પર આરોપ લગાવે છે તો ભાજપ તરફથી પલટવાર કરીને કહેવામાં આવે છે કે જુઓ કોણ બોલે છે. જે ભ્રષ્ટાચારના કેસમાં પોતે જામીન પર છૂટ્યા છે. એમ કહેવાથી જ રાહુલ ગાંધીનું બધું નેરેટિવ ધરાશાયી થઇ જાય છે કેમ કે લોકોને નેશનલ હેરાલ્ડની સંપત્તિ પચાવી પાડવાનો કેસ સારી રીતે યાદ છે. આ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. એ સિવાય ગાંધી પરિવાર પર અગાઉ લાગેલા ભ્રષ્ટાચારના આરોપો યાદ દેવડાવી દેવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top