Video: રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને રોકવા પર રાજકારણ ગરમાયું
Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ઝારખંડના પ્રવાસે છે. કાર્યક્રમના ભાગરૂપે રાહુલ ગાંધી આજે સવારે ઝારખંડના ગોડ્ડા પહોંચ્યા હતા અને ત્યાં જનસભાને સંબોધિત કરી હતી. ગોડ્ડા બાદ, રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે અન્ય સ્થળે જવાના હતા, પરંતુ અહેવાલ મુજબ રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર સવા કલાક સુધી ગોડ્ડાથી ઉડાણ ભરી શક્યું નહોતું. જેને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસનો આરોપ છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ATC દ્વારા છેલ્લા સવા કલાક સુધી ઉડાણ ભરવાની પરવાનગી આપવામાં આવી નહોતી.
મહાગામા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર દીપિકા પાંડેએ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાણ ભરવાની પરવાનગી ન મળવા પર આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે 'વડાપ્રધાન દેવગઢમાં છે અને તેના કારણે જ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી મળી નથી. અમે જાણીએ છીએ કે આ પ્રોટોકોલ છે, પરંતુ કોંગ્રેસે આ દેશમાં 70 વર્ષથી શાસન કર્યું છે અને આવી ઘટનાઓ કોઈપણ વિપક્ષી નેતા સાથે ન થવી જોઈએ. એ સ્વીકાર્ય નથી.
આ અગાઉ ગોડ્ડામાં આયોજિત જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને સત્તારૂઢ NDA પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદીથી ડરતી નથી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર અબજપતિઓ સાથે મિલીભગતનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમણે અબજપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, પરંતુ ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી.
VIDEO | Congress MP Rahul Gandhi's helicopter is yet to take off from Jharkhand's Godda as it awaits clearance from Air Traffic Control (ATC). pic.twitter.com/B8CTHoJ9Qs — Press Trust of India (@PTI_News) November 15, 2024
VIDEO | Congress MP Rahul Gandhi's helicopter is yet to take off from Jharkhand's Godda as it awaits clearance from Air Traffic Control (ATC). pic.twitter.com/B8CTHoJ9Qs
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને ભાજપ વચ્ચે વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન બંધારણને બચાવવા માટે કામ કરી રહ્યા છે, જ્યારે ભાજપ અને RSS બંધારણને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બંધારણ ભારતની આત્મા છે. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનની ઝારખંડ માટે 7 ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp