Video: ચૂંટણીમાં મહાયુતિને બહુમત મળ્યું તો કોણ બનશે મુખ્યમંત્રી? દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો
Devendra Fadnavis on CM Face: મુંબઈના શિવાજી પાર્કમાં ગુરુવારે મહારાષ્ટ્ર ચૂંટણી 2024 માટે તેમની છેલ્લી રેલી કરનાર વડાપ્રધાન મોદી આજે ભાજપના બૂથ કાર્યકરોને સંબોધિત કરશે. આ વખતે મુકાબલો ભાજપ અને વિપક્ષ વચ્ચે નહીં, પરંતુ બે ગઠબંધન વચ્ચે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મહાયુતિમાં ભંગાણ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. ગઈકાલે મુંબઈમાં PM મોદીની સભામાં NCPના એક પણ નેતા જોવા મળ્યા નહોતા. દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચૂંટણી બાદ કંઈ પણ થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી અજીબ છે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થયા બાદ સ્પષ્ટ થશે કે કયું જૂથ કોને સમર્થન આપી રહ્યું છે?
ફડણવીસે વધુમાં કહ્યું કે અત્યાર સુધી મહાયુતિ MVAથી આગળ છે. આ ચૂંટણીઓ પણ અજીબ છે. પરિણામ બાદ જ ખબર પડશે કે કોણ કોની સાથે છે. મહાયુતિમાં સંઘર્ષની સ્થિતિ સર્જાઈ રહી છે. MVAમાં પણ એવી જ સ્થિતિ છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટીનું સૂત્ર 'બટેંગે તો કટંગે' MVAના જાતિવાદી ચૂંટણી પ્રચાર વિરુદ્ધ બનાવવામાં આવ્યું છે. તેમના સાથી અજીત પવાર તેનો મૂળભૂત અર્થ સમજવામાં નિષ્ફળ ગયા.
જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે જો પરિણામ તમારી તરફેણમાં રહેશે તો મુખ્યમંત્રી પદનો નિર્ણય લેવામાં કેટલો સમય લાગશે? તેના પર ફડણવીસે કહ્યું કે, પરિણામ બાદ એકનાથ શિંદે, અજીત પવાર અને અમારું સંસદીય બોર્ડ નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે? અત્યાર સુધી કંઈ નક્કી થયું નથી. ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનવાની સંભાવના અંગે ફડણવીસે કહ્યું કે એ હું નક્કી નહીં કરું, એ અમારી પાર્ટીના ટોચના નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવશે. ભાજપ મને જે કરવાનું કહેશે, હું કરીશ. ભાજપ મને જ્યાં જવાનું કહેશે, ત્યાં જઈશ.
#WATCH | On being asked who will be the CM if Mahayuti comes to power, Maharashtra Deputy CM Devendra Fadnavis says "There is no plan, no date. We are sure, we will form our government. As soon as the results come, all three parties will sit together and decide who will be made… pic.twitter.com/7nZkVIQUWd — ANI (@ANI) November 15, 2024
#WATCH | On being asked who will be the CM if Mahayuti comes to power, Maharashtra Deputy CM Devendra Fadnavis says "There is no plan, no date. We are sure, we will form our government. As soon as the results come, all three parties will sit together and decide who will be made… pic.twitter.com/7nZkVIQUWd
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp